રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિક્ષા વિભાગ કચેરીનો કરાર આઘારીત કલાર્કને એસીબીએ 5 હજારની લાંચ લેતા યુનિવર્સિટી પરિક્ષા વિભાગ માંથી ઝડપી લેતા યુનિવર્સિટી પરિક્ષા વિભાગમાં સોપી પડી ગયો હતો. એક વિધાર્થીને સેમેસ્ટર-6 નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરત ચૂકથી રહી ગયેલ હોય જે સેમેસ્ટર-6 નું લેટ ફોર્મ ભરાવા માટે પરિક્ષા વિભાગ કચેરીના કરાર આઘારીત કલાર્કને ફરિયાદી પાસેથી 5 હજારની લાંચ માંગી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2010 થી 2018 સુધીના જુના કોર્ષના વિધાર્થીઓ જેને એટીકેટી હોય તેવા વિધાર્થીઓને ફોર્મ ભરી પરિક્ષા આપવાની કાર્યવાહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિક્ષા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે એક વિધાર્થીને અભ્યાસ કરાતા હોય અને પોતાને સેમેસ્ટર-6 નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરત ચૂકથી રહી ગયેલ હોય જે સેમેસ્ટર-6 નું લેટ ફોર્મ ભરાવા માટે યુનિવર્સિટી પરિક્ષા વિભાગે ગયા હોય જ્યાં ફોર્મ ભરવાની તારીખ ચુકી ગયા હોય ત્યારે યુનિવર્સિટી પરિક્ષા વિભાગના કરાર આઘારીત કલાર્ક હિરેનભાઈ જગદીશભાઈ પદવાણીએ વિધાર્થીને પરિક્ષા ફોર્મ ભરવા માટે રૂૂા.5,000 ની લાંચ માગી હતી.
જે લાંચની રકમ વિધાર્થી આપવા માંગતા ન હોય વિધાર્થીએ એસીબીને ફરિયાદ કરી હતી.જેના આધારે રાજકોટ એ.સી.બીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપર વિઝન હેઠળ એ.સી.બી.ના પી.આઈ પી.એ. દેકાવાડીયા અને તેમની ટીમે છટકું ગોઠવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિક્ષા વિભાગમાં જ 5000ની લાંચ લેતા કલાર્ક હિરેનભાઈ જગદીશભાઈ પદવાણીને રંગે હાથ ઝડપી લીધો હતો.