મોરબીના માળિયા મિણાયાના ખાખરેચી ગામે વીજ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની સાથે કોંગ્રેસ નેતાઓએ આંદોલનની ચિમકી આપી હતી. ખેડૂતોના ખેતરમાં બળજબરી ખોદકામ કરાતું હોવાનો આક્ષેપ થયો છે. કોંગ્રેસ આંદોલનમાં મનોજભાઈ પનારાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કલેકટર પૈસા ખાધાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હવે ધારાસભ્યના સપોર્ટમાં 13 ગામના સરપંચો આવ્યા છે.
મોરબીમાં 13 ગામોના સરપંચોએ વિડિયો જાહેર કરીને સ્થાનિક ધારાસભ્યોના સપોર્ટમાં ઉતરી આવ્યા છે. ખાખરેચી ગામે વીજપોલના વળતર બાબતે કોંગ્રેસ આંદોલનમાં ધારાસભ્યો પર પૈસા લેવાનો આક્ષેપ થતાં સપોર્ટમાં આવેલા સરપંચોએ રાજીનામુ આપવાના ચિમકી આપી છે. 13 ગામના સરપંચોએ કહ્યું કે, કોંગ્રેસ નેતાઓ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પર લગાવેલાં આરોપ સાબિત કરી આપે તો રાજીનામું ધરવાની તૈયારી દર્શાવી છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના સપોર્ટમાં ખાખરેચી, વેજલપુર, કુંભારીયા જુનાં ઘાટીલા સહિત સરપંચો સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ભરમાવવામા આવતા હોવાથી સરપંચોએ વિડિયો વાયરલ કર્યો છે.