Sports
ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનથી બેટિંગ કોચ સામે સવાલ ઉઠાવતા સંજય માંજરેકર
પર્થની ઇનિંગને બાદ કરતા ભારતીય ટીમ 200નો આંકડો પાર કરી શકી નથી
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય બેટર્સનું પ્રદર્શન અત્યાર સુધી કઈ ખાસ જોવા મળ્યું નથી. પર્થ ટેસ્ટ મેચની બીજી ઈનિંગને બાદ કરતા ભારતીય બેટર્સ કશું ઉકાળી શક્યા નથી. એડિલેડ મેચની બંને ઈનિંગ્સમાં તેમની હાલત ખરાબ જોવા મળી અને ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો. હવે બ્રિસ્બેન ટેસ્ટમાં પણ ભારતની હાલત કસોળી છે.
માંજરેકરે નામ લીધા વગર બીસીસીઆઈની સાથે સાથે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને તેમના કોચિંગ સ્ટાફને મુશ્કેલ સવાલ પૂછ્યા છે. ગંભીરની કોચિંગ ટીમમાં આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડેશકાટે, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ છે. ફિલ્ડિંગ કોચની જવાબદારી ટી દિલીપે સંભાળેલી છે. જ્યારે રાહુલ દ્રવિડના કાર્યકાળમાં પણ તેઓ આ પદે હતા. તેમણે ભારતીય ટીમમાં બેટિંગ કોચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.
માંજરેકરે ભારતીય સ્ટાફમાં બેટિંગ કોચની ભૂમિકા વિશે સવાલ કર્યો છે. પૂર્વ ખેલાડીએ કહ્યું કે ભારતીય બેટિંગમાં પ્રમુખ ટેક્નિકલ મુદ્દા ઘણા લાંબા સમયથી વણઉકેલાયેલા છે અને આ માટે મેનેજમેન્ટે જવાબદાર હોવાની જરૂૂરિયાત છે. તેમણે એક્સ પર લખ્યું કે મને લાગે છે કે ભારતીય ટીમમાં બેટિંગ કોચની ભૂમિકાની તપાસ કરવાનો સમય આવી ગયો છે. કેટલાક ભારતીય બેટર્સની સાથે પ્રમુખ ટેક્નિકલ મુદ્દા આટલા લાંબા સમય સુધી વણઉકેલાયેલા કેમ છે?
હાલના પ્રવાસમાં ભારતીય બેટિંગની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. પર્થમાં બીજી ઇનિંગને બાદ કરતા ટીમ ઈન્ડિયા 200 રનનો આંકડો પાર કરી શકી નથી. ચાર ઈનિંગમાં ભારતે અત્યાર સુધીમાં 150, 487/6, 180 અને 175 રન કર્યા છે. તેનાથી તેમની ટેક્નિકલ ખામીઓ સામે આવી છે. વિરાટ, યશસ્વી, ગિલ અને પંતના આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયા પર સતત સવાલ ઉઠી રહ્યા છે.
Sports
પૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદે
વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે પૃથ્વી શો આ ટીમનો ભાગ નથી. મુંબઈએ પ્રથમ ત્રણ મેચ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી છે.પસંદગીકારોએ પ્રથમ ત્રણ મેચ માટે 17 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. ઓપનર પૃથ્વી શો આ ટીમ સાથે જોડાયો નથી. શો સૈયદ મુશ્તાક T20 ટૂર્નામેન્ટમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો, શક્ય છે કે તે જોયા બાદ તેને ટીમની બહાર રાખવામાં આવ્યો હોય. અજિંક્ય રહાણે પણ પ્રથમ ત્રણ મેચ માટે મુંબઈની ટીમમાં સામેલ નથી. સૈયદ મુશ્તાક ટ્રોફીમાં અજિંક્ય રહાણે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. શ્રેયસ અય્યર વિજય હજારે ટ્રોફીમાં પણ મુંબઈનો કેપ્ટન રહેશે. વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂૂ થશે, મુંબઈ તેની પ્રથમ મેચ કર્ણાટક સામે રમશે.
પૃથ્વી શોની ફિટનેસ અને પ્રદર્શન સતત બગડી રહ્યું છે. શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક પણ અડધી સદી ફટકારી ન હતી. આ ખેલાડીએ 21.88ની એવરેજથી માત્ર 197 રન બનાવ્યા. આ સિવાય તેની ફિટનેસ પણ ઘણી ખરાબ છે જેના કારણે તેને રણજી ટ્રોફીની વચ્ચે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ રહાણે શા માટે ટીમની બહાર છે તે બહાર આવ્યું નથી પરંતુ શક્ય છે કે તેને આરામ આપવામાં આવ્યો હોય.
મુંબઈની ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), આયુષ મ્હાત્રે, અંગક્રિશ રઘુવંશી, જય બિસ્તા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, સિદ્ધેશ લાડ, હાર્દિક તામોર, પ્રસાદ પવાર, અથર્વ અંકોલેકર, તનુષ કોટિયન, શાર્દુલ ઠાકુર, જુનૈદ ખાન, રોયસ્ટન ડાયસ, જુનેદ ખાન, હર્ષ તન્ના, વિનાયક ભોઈર.
Sports
T-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરી
કેપ્ટન હીલી મેથ્યુઝની 85 રનની અણનમ ઈનિંગ
વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રણ મેચની ટી20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ મેચ જીતી લીધી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝે વળતો પ્રહાર કરીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે શ્રેણીની ત્રીજી ટી-20 ફાઈનલ તરીકે રમાશે. કેપ્ટન હીલી મેથ્યુઝે 180.85ના સ્ટ્રાઈક રેટથી 85 રનની ઈનિંગ રમીને વેસ્ટ ઈન્ડિઝને બીજી મેચ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી જબરદસ્ત બેટિંગ જોવા મળી હતી. 160ના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝે માત્ર 15.4 ઓવરમાં જીત મેળવી લીધી હતી. આ દરમિયાન ટીમે માત્ર એક જ વિકેટ ગુમાવી હતી.
મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેમના માટે એકદમ યોગ્ય સાબિત થયો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 159/9 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 41 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા. આ સિવાય રિચા ઘોષે 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ માટે ચાર બોલરોએ 2-2 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ રનઆઉટ થકી એક વિકેટ ગુમાવી હતી. ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝને કેપ્ટન હીલી મેથ્યુસ અને કિયાના જોસેફે સારી શરૂૂઆત અપાવી હતી.
બંનેએ પ્રથમ વિકેટ માટે 66 (40 બોલ) રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝને પહેલો ફટકો 7મી ઓવરમાં ત્યારે લાગ્યો જ્યારે કિયાના જોસેફ પેવેલિયન પરત ફરી. કિયાના જોસેફે 22 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 38 રન બનાવ્યા હતા. ત્યારબાદ શમાયન કેમ્પબેલે હીલી મેથ્યુસ સાથે મળીને બીજી વિકેટ માટે 94 (55 બોલ)ની અતૂટ ભાગીદારી કરી અને ટીમને વિજય અપાવ્યો. આ દરમિયાન, કેપ્ટન હિલી મેથ્યુઝે 47 બોલમાં 17 ચોગ્ગાની મદદથી 85 રન બનાવ્યા અને શમાઈન કેમ્પબેલે 26 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા.
Sports
ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ભારતીય ટીમ WTCની ફાઈનલમાં પહોંચી શકશે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝ બરાબરી પર છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં જંગી અંતરથી જીત મેળવી હતી, તો બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરીને મેચ જીતી લીધી હતી. એટલે કે શ્રેણી બરાબરી પર છે. હવે ત્રીજી મેચ ચાલી રહી છે. ત્યાર બાદ ચાર દિવસ વીતી ગયા. જો અત્યાર સુધીની સ્થિતિની વાત કરીએ તો એવું લાગે છે કે મેચ ડ્રો થશે. વાસ્તવમાં આ મેચમાં વરસાદને કારણે ઘણી ખલેલ પડી હતી, આથી આ મેચ છેલ્લા દિવસ સુધી ચાલે છે અને પરિણામ આવે તેવી શક્યતા બહુ ઓછી છે. બંન્ને ટીમોએ હજુ પોતાની પ્રથમ ઇનિંગ પુરી કરી નથી.
દરમિયાન, જો મેચ ડ્રો થશે તો ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે કેવા સમીકરણો સર્જાશે, તે ઘણું રસપ્રદ છે. જો ટીમ ઈન્ડિયા છેલ્લી બે મેચ એટલે કે ચોથી અને પાંચમી મેચ જીતવામાં સફળ રહે છે તો ટીમ ઈન્ડિયા ચોક્કસપણે સેમીફાઈનલમાં પહોંચી જશે, તેને કોઈ અન્ય ટીમ પર નિર્ભર રહેવાની જરૂૂર નહીં પડે. પરંતુ જો બાકીની બે મેચમાંથી ભારતીય ટીમ એક મેચ જીતે છે અને બીજી હારી જાય છે. મતલબ કે જો સિરીઝ 2-2થી બરાબરી પર સમાપ્ત થાય છે તો ટીમ ઈન્ડિયા માટે એક સંભાવના છે, પરંતુ તેણે બીજી ટીમ પર નિર્ભર રહેવું પડશે.
જો શ્રેણી ડ્રોમાં સમાપ્ત થાય છે, તો આશા રાખવી જોઈએ કે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા જશે ત્યારે તેને બે ટેસ્ટ મેચની શ્રેણીમાં હારનો સામનો કરવો પડશે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જઈ શકે છે. મતલબ કે ઘણું બધું ગણિત છે. ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ છેલ્લી સિરીઝ છે. એટલે કે વધુ બે મેચ રમીને ભારતની સફર ખતમ થઈ જશે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ બે ટેસ્ટ મેચ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. આશા રાખવી જોઈએ કે ટીમ ઈન્ડિયા આ બે મેચ જીતીને ઠઝઈ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.
-
રાષ્ટ્રીય2 days ago
અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ
-
રાષ્ટ્રીય22 hours ago
‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા
-
ગુજરાત2 days ago
યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન
-
ગુજરાત2 days ago
રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન
-
ગુજરાત2 days ago
સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા
-
ગુજરાત2 days ago
શનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રી