જાપાનના રાજકીય ઈતિહાસમાં રવિવાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ હતો. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળના ગઠબંધને ’વિન્ટર સ્નેપ પોલ’માં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ’આયર્ન લેડી’ માર્ગારેટ થેચરથી પ્રેરિત તાકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે.
ચૂંટણી પરિણામોમાં તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મતદાન પૂર્ણ થયાના માત્ર બે જ કલાકમાં સત્તાધારી પક્ષ કઉઙએ નીચલા ગૃહની 465 બેઠકોમાંથી બહુમતી માટે જરૂૂરી 233નો આંકડો એકલા હાથે પાર કરી લીધો. આ જીતને જાપાનના ઈતિહાસમાં કઉઙ પાર્ટીના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાંનું એક માનવામાં આવી રહ્યું છે.
ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સનાએ તાકાઈચીને ખાસ શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ સનાએ તાકાઈચીને શુભેચ્છા. આપણી વિશેષ રણનૈતિક અને વૈશ્વિક ભાગીદારી દુનિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મને વિશ્વાસ છે: કે તમારા સક્ષમ નેતૃત્વમાં ભારત અને જાપાનની દોસ્તી નવી ઊંચાઈઓ સુધી પહોંચશે.
જાપાનમાં અમેરિકાના રાજદૂત જોર્ડ એડવર્ડ ગ્લાસે પણ પ્રભાવશાળી જીત બદલ સનાએ તાકાઈચીને અભિનંદન આપ્યા છે. કહ્યું છે કે તેમની સરકાર સાથે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવા માટેના કામ માટે ઉત્સાહિત છે.
