ખંભાળિયામાં અણઘડ રીતે બંધ કરેલ સલાયા ફાટક રોડ ખુલ્લો કરાયો

ખંભાળિયા શહેરમાં હાથ ધરાયેલા સલાયા ફાટક અંડર બ્રિજના કામ માટે આશરે એકાદ માસ સુધી સલાયા ફાટક વાળો રસ્તો બંધ કર્યા બાદ અહીંથી પસાર થતા હજારો…

ખંભાળિયા શહેરમાં હાથ ધરાયેલા સલાયા ફાટક અંડર બ્રિજના કામ માટે આશરે એકાદ માસ સુધી સલાયા ફાટક વાળો રસ્તો બંધ કર્યા બાદ અહીંથી પસાર થતા હજારો વાહનો, વાહન ચાલકોને હાલાકી આપ્યા પછી મંગળવારથી પુન: આ જુનો રસ્તો શરૂૂ કરી દેવાની મંજૂરી આપવામાં આવી છે.

ખંભાળિયા શહેરમાં ભારે રોષ સાથે ટીકાસ્પદ બની ગયેલી આ બાબતમાં ખંભાળિયા શહેરમાંથી અહીંની સરકારી જનરલ હોસ્પિટલ, કોર્ટ, સલાયા વિગેરે તરફ જતા રસ્તામાં ફાટકના કારણે લાંબો સમય લોકોને પ્રતિક્ષા કરી અને સમયનો વ્યય થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આથી રજૂઆતો બાદ અહીં ફાટક નીચેથી રસ્તો કાઢી, અંડર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. જે માટેની કામગીરી થોડા સમય પૂર્વે શરૂૂ કરી દેવામાં આવી હતી.

આ પછી અહીંના ફાટક નીચેથી કામ શરૂૂ કરવા માટે જાહેરનામું બહાર પાડી, સલાયા બ્રિજને વાહન ચાલકો તેમજ નગરજનો માટે સંપૂર્ણપણે બંધ કરી અન્ય ડાયવર્ઝનના માર્ગને વૈકલ્પિક રસ્તો જાહેર કરવામાં આવ્યો હતો. જેથી નગરજનોમાં આ મુદ્દે કચવાટ સાથે રોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે અહીંની બિન રાજકીય એવી નાગરિક સમિતિ વિગેરે દ્વારા તંત્ર સમક્ષ વિવિધ મુદ્દે રજૂઆતો કરી અને સુગમતા રૂૂપ વૈકલ્પિક ડાયવર્ઝનની માંગ કરવામાં આવી હતી. જે અંગેના સવિસ્તૃત અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા. આખરે ગઈકાલે તંત્ર દ્વારા નિર્ણય લઇ અને અંડર બ્રિજનું કામ મુલતવી રાખી, ઉપરોક્ત સલાયા ફાટક વાળો રસ્તો લોકો માટે પુન: ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે સતત એકાદ માસ જેટલા સમય સુધી નગરજનો, વાહન ચાલકોને મુશ્કેલીમાં મુક્યા બાદ અગાઉ લેવામાં આવેલો નિર્ણય અણઘડ અને પ્રોપર અભ્યાસ વગરનો હોવાનું ફલિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *