અમેરિકા-ફ્રાંસ વચ્ચે કૂદે એ પહેલાં રશિયાની ભારતને પાંચમી પેઢીના ફાઈટર આપવા ઓફર

પીએમ મોદીના ફ્રાન્સ અને અમેરિકા પ્રવાસ પહેલા એક મોટા સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં રશિયાએ ભારતને પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ પૂરા પાડવાની વાત જ નથી…

પીએમ મોદીના ફ્રાન્સ અને અમેરિકા પ્રવાસ પહેલા એક મોટા સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં રશિયાએ ભારતને પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ પૂરા પાડવાની વાત જ નથી કરી પરંતુ તેનું સંયુક્ત રીતે ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આનાથી ભારતની વ્યૂહાત્મક ક્ષમતાઓમાં અનેકગણો વધારો થવાની શક્યતા છે. નોંધનીય છે જે, પાડોશી દેશ ચીન 5મી પેઢીના ફાઇટર જેટ બનાવી રહ્યું છે.

ચીને પાકિસ્તાનને પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ આપવાની વાત કરી છે. આવી સ્થિતિમાં ભારતની ચિંતાઓ વધી ગઈ હતી. હવે રશિયાએ ભારત સાથે મળીને પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મોસ્કો શરૂૂઆતમાં સુખોઈ SU-57E વિમાન પૂરું પાડવા માટે સંમત થયું છે.

રશિયન સંરક્ષણ સાધનો ઉત્પાદક રોસોબોરોનેક્સપોર્ટે સુખોઈ SU-57E વેચવાનો અને સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ ભારતમાં તેનું ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

રોસોબોરોનેક્સપોર્ટના જનરલ ડિરેક્ટર એલેક્ઝાન્ડર મિખીવે જણાવ્યું હતું
કે, રોસોબોરોનેક્સપોર્ટ SU-57E ફાઇટર જેટ પ્રોજેક્ટને સંપૂર્ણ સમર્થન આપે છે. અમે રશિયા પાસેથી તૈયાર વિમાનો સપ્લાય કરવાની પણ ઓફર કરીએ છીએ. આ ઉપરાંત અમે ભારતમાં તેના ઉત્પાદનમાં સહયોગ કરવા પણ તૈયાર છીએ. રોસોબોરોનેક્સપોર્ટ પાંચમી પેઢીના ફાઇટર જેટના ઉત્પાદન અને વિકાસમાં પણ સહયોગ કરવા તૈયાર છે. નોંધનિય છે કે, 5મી પેઢીનું ફાઇટર જેટ સ્ટીલ્થ છે. આનો અર્થ એ થયો કે, આ શ્રેણીના ફાઇટર પ્લેન રડારની પહોંચની બહાર છે. રડાર પણ તેમને પકડી શકતા નથી.

ઉલ્લેખનિય છે કે, પીએમ મોદી આ મહિને ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે જવાના છે. ભારતે પણ અમેરિકા પાસેથી 5મી પેઢીના ફાઇટર જેટની માંગણી કરી છે, પરંતુ આ મામલો અટવાયેલો છે. બીજી તરફ ફ્રાન્સે રાફેલ ફાઇટર જેટ પૂરા પાડ્યા છે, પરંતુ પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ હજુ સુધી મળ્યા નથી. પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાત દરમિયાન સંરક્ષણ સોદાઓ પર કરાર થવાની શક્યતા છે.

પીએમ મોદી 10 અને 11 ફેબ્રુઆરીએ ફ્રાન્સમાં રહેશે. આ સમયગાળા દરમિયાન રાફેલ-એમ ફાઇટર એરક્રાફ્ટ અને સ્કોર્પિન શ્રેણીની સબમરીનની ખરીદીમાં વેગ આવવાની શક્યતા છે. તે પહેલાં રશિયાએ ભારતને પાંચમી પેઢીના ફાઇટર જેટ પૂરા પાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે, આવી સ્થિતિમાં તે સંરક્ષણ ખરીદી પર સકારાત્મક અસર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *