વોર્ડ નં.2ની આસપાસના 40 હજાર જેટલા મિલકતધારકોને મળશે સુવિધાનો લાભ
રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા વોર્ડ નં.2માં રૂૂ.21.43 કરોડના ખર્ચે નિર્માણાધિન અદ્યતન અને સુવિધાયુક્ત ફાયર સ્ટેશનતથા સ્ટાફ ક્વાર્ટસ બનાવવાના કામનું ખાતમુહૂર્તઆજ તા.28/08/2025, ગુરૂૂવારસવારે 10:00 કલાકે વોર્ડ નં.2, બજરંગવાડી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની બાજુમાં, વિરલ વાટીકાની સામે, 12 મી. બી.જે.પી. કાર્યાલય વાળો ટી.પી.રોડ, રાજકોટ ખાતે રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂૂપાલાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યુ.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા,શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, અલ્પાબેન દવે, મીનાબા જાડેજા,શિક્ષણ સમિતિ સભ્ય મનસુખભાઈ વેકરીયા, પ્રમુખ ભાવેશભાઈ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, કૌશિકભાઈ અઢિયા, ભરતભાઈ વિરડા, રાજનભાઈ સિંધવ, જયસુખભાઈ પરમાર, કાથડભાઈ ડાંગર, સંજયભાઈ મિયાત્રા, ચંદ્રસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ ગોહિલ, અજયસિંહ જાડેજા, અશ્વિનભાઈ અઢિયા, યોગરાજસિંહ જાડેજા, હિતેશભાઈ ધરેજીયા, વિલાસગીરી ગોસ્વામી, જેડી ઉપાધ્યાય, કમલેશભાઈ, સુરેશભાઈ રાઘવાણી, મિલિંદભાઈ વાઘેલા, કિશોરભાઈ મકવાણા, વાસુભાઈ સિંધવ, અનુબેન પરમાર, અમીબેન પારેખ, બલવીબેન ચૌહાણ, ભાવનાબેન પોપટ, આશાબા વાઘેલા, બીનાબેન પટેલઉપસ્થિત રહેલ. આ ફાયર સ્ટેશન બનવાથી વોર્ડ નં.1,2,3 તથા 9ના આસપાસના વિસ્તારના અંદાજિત 40,000 જેટલા રહેણાંક મિલકતધારકો તથા કોમર્શીયલ મિલકતધારકોનેનજીકમાં જ ફાયર સ્ટેશનની અદ્યતન સુવિધાનો લાભ પ્રાપ્ત થશે.
