વેરાવળના પોષ વિસ્તાર મોદી વાડી ગંગાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ચાલતી અનૈતિક દેહવ્યાપાર પ્રવૃત્તિનો આસપાસ રહેતા રહીશોએ પર્દાફાશ કર્યો છે. આ ગોરખધંધા થી ત્રાસી ગયેલા રહીશોએ જનતા રેડ કરીને રહેણાંક મકાનમાંથી દ્વારકા ની એક યુવતી, એક મહિલા દલાલ અને એક ગ્રાહક યુવકને ઝડપી પાડ્યા હતા. આ જનતા રેડની જાણ થતા સિટી પી.આઈ. એચ.આર. ગૌસ્વામી સહિત સર્વેલન્સ સ્ટાફ એ પકડાયેલા તમામ લોકોની આકરી પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે સર્વેલન્સ સ્કોવોડ ના પીએસઆઈ આર.આર. રાયજાદા એ નોંધાવેલ ફરિયાદ મુજબ મોદી વાડી વિસ્તારમાં માતૃછાયા નામના મકાનના માલિક દીપક દિવ્ય કાન ત્રિવેદી અને તેની પત્ની જાગૃતિ એ ભોગ બનનાર મહિલાને અનૈતિક દેહવ્યાપાર માટે પ્રલોભન આપી રૂૂમની સગવડ પૂરી પાડી હતી. ઉપરાંત વેરાવળના ડાભોર રોડ પર ગોકુલધામ સોસાયટીમાં રહેતી લક્ષ્મી ઉર્ફે રેશ્મા ઘનશ્યામ દિવાન સિંધી ગ્રાહકોને બોલાવી દલાલીના રૂૂપિયા કાઢતી હતી. ગ્રાહક દીઠ રૂૂ.2000 લેવામાં આવતા જેમાંથી ભોગ બનનાર મહિલાને રૂૂ.500 અપાતા હતા. રેઇડ દરમ્યાન વેરાવળના ગાયત્રી મંદિર પાસે લવ કુશ એપાર્ટમેન્ટમાં રહેતો હિરેન કનૈયાલાલ વધવા સિંધી (ઉ.વ. 27) ગ્રાહક તરીકે ઝડપાયો હતો. મકાનમાંથી 23 નંગ કોન્ડમ સહિત રૂૂ.24,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ ચારેય આરોપીઓ વિરુદ્ધ ઇગજ ની કલમ 144(2), 54, તેમજ ઇમોરલ ટ્રાફિક પ્રિવેનશન એક્ટ 1956ની કલમ 3, 4, 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
