સર્વર ઠપ થવા છતા RTOની કામગીરી નહીં અટકે

નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)ના વાહન અને સારિથ સોફ્ટવેરમાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓના કારણે વાહન નોંધણી, ડ્રાઈવિંગ લાઈસન્સની સેવાઓ તેમજ આરટીઓમાં લેવાતી ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી…

નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)ના વાહન અને સારિથ સોફ્ટવેરમાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓના કારણે વાહન નોંધણી, ડ્રાઈવિંગ લાઈસન્સની સેવાઓ તેમજ આરટીઓમાં લેવાતી ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ખોરવાઈ જાય છે, પરિણામે ગુજરાતભરની આરટીઓમાં હજારો અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા વારંવાર ધક્કા ખાવા પડે છે.

આ સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકાર ગુજરાતભરની આરટીઓમાં એનઆઈસી અને આરટીઓ વચ્ચે ‘બ્રિજ સર્વર’ શરૂૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ વાહન અને સારિથ પોર્ટલ બંધ હોય ત્યારે પણ આરટીઓની કામગીરી ચાલુ રહી શકશે. રોજિંદી કામગીરીનો ડેટા બ્રિજ સર્વરમાં સ્થાનિક સ્તરે સંગ્રહિત થશે અને સંબંધિત પોર્ટલ ફરી કાર્યરત થયા બાદ અપલોડ કરવામાં આવશે. આ સિસ્ટમ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં શરૂૂ થવાની શક્યતા છે.

ગાંધીનગરના પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આ પહેલનો હેતુ એનઆઈસીના કેન્દ્રીય સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાય ત્યારે પણ આરટીઓની કામગીરી અવિરત ચાલુ રાખવાનો છે.

આ પ્રસ્તાવિત સિસ્ટમથી વાહન નોંધણી, ડ્રાઈવિંગ લાઈસન્સ અને ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આરટીઓની મુલાકાત લેતા હજારો લોકોને લાભ થવાની અપેક્ષા છે. ટેકનિકલ ખામી દરમિયાન પણ કામગીરી ચાલુ રહેતાં અરજદારોને વારંવાર કચેરીના ધક્કા ખાવા, લાંબી રાહ જોવી અને વધારાનો ખર્ચ કરવો નહીં પડે. બ્રિજ સર્વર આરટીઓ સેવાઓ માટે અસરકારક બેકઅપ ડિજિટલ માળખું પૂરું પાડશે, જે એનઆઈસીના કેન્દ્રીય પોર્ટલ ફરી કાર્યરત થાય ત્યાં સુધી સેવાઓ ચાલુ રાખવામાં મદદરૂૂપ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *