રામકૃષ્ણ સોસાયટીમાં વેપારીના બેંકના ખાતામાંથી રૂ.6.02 લાખ ઉપડી ગયા

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમની પાછળ, રામકૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વરિષ્ઠ નાગરિક અને વેપાર-ધંધા સાથે સંકળાયેલા પ્રવિણસિંહ અમરસિંહ જાડેજા સાથે એક ડિજિટલ…

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમની પાછળ, રામકૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વરિષ્ઠ નાગરિક અને વેપાર-ધંધા સાથે સંકળાયેલા પ્રવિણસિંહ અમરસિંહ જાડેજા સાથે એક ડિજિટલ છેતરપિંડીની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ફરિયાદી પ્રવિણસિંહ જાડેજા પંજાબ નેશનલ બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે અને પોતાનો વેપાર ચલાવે છે. ગત તારીખ 15 જૂન 2026 ના રોજ તેમને બેંક સત્તાવાળાઓ તરફથી અચાનક એવી ચોંકાવનારી જાણ કરવામાં આવી હતી કે તેમના ઉપરોક્ત ખાતામાં કોઈ બેલેન્સ બચ્યું નથી. આ સાંભળીને ગભરાઈ ગયેલા પ્રવિણસિંહે તાત્કાલિક બેંકનો સંપર્ક સાધીને પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ ચેક કર્યું હતું.

સ્ટેટમેન્ટની તપાસ કરતા માલૂમ પડ્યું કે કોઈ અજાણી વ્યક્તિએ તેમની જાણ કે મંજૂરી વિના ખાતામાં અનધિકૃત રીતે પ્રવેશ મેળવ્યો હતો અને ગત તારીખ 12 મે થી લઈને તારીખ 13 મે ના રોજ સવારના 11:59 વાગ્યા સુધીના ટૂંકા ગાળામાં સાયબર ઠગોએ અલગ-અલગ 10 જેટલા ગેરકાયદેસર ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યા હતા.

આ તમામ ટ્રાન્ઝેક્શન ખૂબ જ ચાલાકીપૂર્વક ક્રમબદ્ધ રીતે કરવામાં આવ્યા હતા, જેમાં સાયબર ગુનેગારોએ પ્રથમ ટ્રાન્ઝેક્શનમાં 9,000 રૂપિયા અને ત્યારબાદ ક્રમશ: 33,000 રૂપિયા, 35,000 રૂપિયા, 40,000 રૂપિયા, 46,000 રૂપિયા, 51,000 રૂપિયા, 90,000 રૂપિયા અને છેલ્લે ત્રણ મોટા ટ્રાન્ઝેક્શનમાં અનુક્રમે 99,500 રૂપિયા, 99,500 રૂપિયા તેમજ 99,800 રૂપિયા ઉપાડી લીધા હતા. આમ, માત્ર 24 કલાકની અંદર વરિષ્ઠ નાગરિકના બેંક ખાતામાંથી કુલ રૂ. 6.02 લાખની માતબર રકમ ગેરકાયદેસર રીતે અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી.

પોતાની આખી જિંદગીની જમાપૂંજી સાયબર ઠગો ઉપાડી ગયા હોવાની જાણ થતાં જ ફરિયાદી પ્રવિણસિંહે જરાય વિલંબ કર્યા વિના તાત્કાલિક ભારત સરકારની રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક સાધીને ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *