લાપાસરી રોડ પર ઈંટોના ભઠ્ઠા પાસે પાર્ક કરેલા એક્ટિવાની ડેકીમાંથી રૂ.30,000ની ચોરી

શહેરના લાપાસરી રોડ પર આવેલા ફ્લોરેન્સ પાર્ટી પ્લોટ નજીક એક ઈંટોના ભઠ્ઠા પાસે પાર્ક કરવામાં આવેલા એક્ટિવાની ડેકીમાંથી કોઈ અજાણ્યો શખ્સ રૂૂ. 30,000 રોકડાની ચોરી…

શહેરના લાપાસરી રોડ પર આવેલા ફ્લોરેન્સ પાર્ટી પ્લોટ નજીક એક ઈંટોના ભઠ્ઠા પાસે પાર્ક કરવામાં આવેલા એક્ટિવાની ડેકીમાંથી કોઈ અજાણ્યો શખ્સ રૂૂ. 30,000 રોકડાની ચોરી કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વેપારી દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના દૂધસાગર રોડ પર ચુનારાવાડ શેરી નંબર 1માં રહેતા અને લાપાસરી રોડ પર ઈંટોનો ભઠ્ઠો ચલાવી વેપાર કરતા રસિકભાઈ લાલજીભાઈ જાદવ (ઉં.વ. 59) એ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 23ના રોજ સવારે આશરે 8 વાગ્યાની આસપાસ રસિકભાઈ તેમના પુત્ર સંદિપભાઈના નામનું એક્ટિવા લઈને લાપાસરી રોડ પર આવેલા પોતાના ઈંટોના ભઠ્ઠા પર ગયા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભઠ્ઠા પર કામ કરતા મજૂરોને મજૂરીના પૈસા ચૂકવવા માટે તેમણે એક્ટિવાની ડેકીમાં રૂૂ. 30,000 રોકડા મૂક્યા હતા. દિવસભર કામકાજ ચાલ્યા બાદ સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ જ્યારે રસિકભાઈએ મજૂરોને પૈસા આપવા માટે એક્ટિવાની ડેકી ખોલી, ત્યારે તેમાં રાખેલા રૂૂ. 30,000 ગાયબ જણાયા હતા.પૈસા ન મળતા તેમણે ભઠ્ઠાની આસપાસના વિસ્તારમાં તેમજ પોતાની રીતે ઘણી શોધખોળ કરી હતી, પરંતુ રોકડ રકમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે, કોઈ અજાણ્યો તસ્કર સવારે 8 થી સાંજના 5 વાગ્યાના સમયગાળા દરમિયાન એક્ટિવાની ડેકી ખોલીને રોકડ રકમ ચોરી ગયો હોવાની ખાતરી થતા તેમણે રાત્રે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *