લાઠીના નવાગામ રહેતા મંગલસિંહ કુબેરભાઈ ખેર એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સુનીલ શર્મા, જે ગોપાલ એન્ડ કંપનીના વહીવટકર્તા તથા કમિશન એજન્ટ તરીકે કામગીરી કરે છે, તેણે વિશ્વાસ કેળવી પીતામ્બર કોટેટેક્સમાંથી અલગ-અલગ બિલથી રૂૂપિયા 18 લાખ 10 હજાર 62નો કપાસીયા ખોળ ઉધારીમાં ખરીદ્યો હતો.
જેમાંથી રૂૂપિયા 12 લાખ 11 હજાર 66ની બાકી રકમ અનેક વખત ઉઘરાણી કરવા છતાં ચૂકવવામાં આવી નહોતી.આ શખ્સે અન્ય એક કોટન ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ વિશ્વાસના આધારે કપાસીયા ખોળનો માલ ઉધારીમાં મેળવી રૂૂપિયા 13 લાખ 92 હજાર 817ની બાકી રકમ પણ પરત આપી નહોતી. આ રીતે બંને વેપારીઓની કુલ રૂૂપિયા 26 લાખ 3 હજાર 883ની રકમ પરત ન આપતા વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે ફરિયાદના આધારે પોલીસે સુનિલ શર્મા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.
