નીટ પરીક્ષા કૌભાડમાં રોયલ એકેડમીના ચેરમેન રાજેશ પેથાણીની ધરપકડ

અન્ય આરોપીઓને પકડવા ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં ક્રાઇમ બ્રાંચના દરોડા 650થી વધુ માર્કસ અપાવવાના કૌભાંડમાં સૂત્રધાર બાદ એકેડમી સંચાલકની પૂછપરછ રાજકોટ સહીત દેશભરમાં લેવાયેલી મેડીકલમાં…

અન્ય આરોપીઓને પકડવા ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં ક્રાઇમ બ્રાંચના દરોડા

650થી વધુ માર્કસ અપાવવાના કૌભાંડમાં સૂત્રધાર બાદ એકેડમી સંચાલકની પૂછપરછ

રાજકોટ સહીત દેશભરમાં લેવાયેલી મેડીકલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી લઈને થયેલી 30 લાખની છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ આ મામલે ક્રાઈમ બ્રાંચે સુત્રધાર વચેટિયા વિપુલ મૂળશંકર તેરૈયાની ધરપકડ કર્યા બાદ આજે આ પ્રકરણમાં રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણીની પણ ધરપડક કરી કૌભાંડમાં સંડોવાયેલ ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકના ટોળકીના સભ્યોની ધરપડક માટે ક્રાઈમ બ્રાંચની ટીમે સુરત અને કર્નાટકમાં દરોડા પડ્યા હતા.
આ સમગ્ર કૌભાંડ મામલે જેતપુરમાં અમરનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં તુષારભાઈ અરવીંદભાઈ વેકરીયા (ઉ.વ.40) એ ફરીયાદ નોધાવી હતી જેમાં ધોરાજીના વતની અને રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રોયલ એકેડમીના ચેરમેન રાજેશ હરી પેથાણી, રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયા તેના ભાઈ સુરત રહેતા પ્રકાશ મૂળશંકર તેરૈયા અને કર્ણાટક બેલગામ રહેતા સીબીએસસીના પરિક્ષાના કો-ઓર્ડીનેટર મનજીત જૈનનું નામ આપ્યું હતું.

આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયાની ધરપડક કર્યા બાદ આ પ્રકરણમાં સંડોવાયેલ રોયલ એકેડમીના ચેરમેન રાજેશ હરી પેથાણીને પણ ઝડપી લીધો છે. જેતપુરના તુષારભાઈનો પુત્ર દ્રિજ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રાજેશ પેથાણીની રોયલ એકેડમીમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો હોય અને તેને એમબીબીએસ હોમિયોપેથી આયુર્વેદીક મેડિકલ પ્રવેશ (નીટ) પરીક્ષામાં સારા માર્ક અપાવવા બાબતે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરેલ હતી અને રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે આ બાબતે વાત કરાવી 30 લાખમાં નીટની પરિક્ષામાં 650 થી વધુ માર્ક અપાવવા માટે નક્કી કર્યા બાદ રાજેશ પેથાણીને રાજકોટમાં એપ્રીલ-2024 ના પ્રથમ વિકમાં રૂૂ.10 લાખ રોકડા આપેલ અને મહિનાના છેલ્લા વિકમાં રૂૂ. 20 લાખ રોકડા આપેલ હતા.

રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત કરેલ હોય અને તેઓના કહેવા મુજબ તુષારભાઈના પુત્રનું પરીક્ષા સેન્ટર ગુજરાતને બદલે કર્ણાટક બેલગાવ ખાતે કરાવ્યું હતું. દ્રીજને આ પરીક્ષામાં 460 માર્ક્સ આવેલ જેથી રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવીને આપેલ રૂૂ.30 લાખ બાબતે વાત કરી દ્રીજને 650 થી વધુ માર્ક નહી આવતા રાજેશ પેથાણી મારફતે આપેલ રૂૂપિયા પરત માંગતા રૂૂપિયા પરત અહી આવતા મામલો પોલીસમાં પહોચ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. પોલીસ કમિશ્નર બજેશ કુમાર ઝા,ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી ક્રાઈમ બી.બી.બસીયાનીની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.એન.ડામોર,પી.આઈ એમ.આર.ગોંડલીયા,સી.એચ.જાદવની ટીમેના પીએસઆઈ એ. એન.પરમાર અને પી.એસ.આઈ એ.એસ.ગરચરની ટીમે સુત્રધાર વચેટિયા રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયાની ધરપકડ કરી તેની રિમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી હતી.

બીજી તરફ આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે બીજા આરોપી રોયલ એકેડમીના ચેરમેન રાજેશ હરી પેથાણીને પણ ઝડપી લીધો હતો. જયારે અન્ય ફરાર આરોપી રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી,સુરત રહેતા પ્રકાશ મૂળશંકર તેરૈયા અને કર્ણાટક બેલગામ રહેતા સીબીએસસીના પરિક્ષાના કો-ઓર્ડીનેટર મનજીત જૈનને પકડવા અલગ અલગ ત્રણ ટીમોએ ગુજરાત,રાજસ્થાન અને કર્નાટકમાં દરોડા પાડી તમામની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *