રસ્તા ટૂંકા જ પડેને; ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.67 કરોડ!

    18 વર્ષથી મોટી ઉંમરના લોકોની વસતી 4.97 કરોડ સામે 68 ટકા વાહનોની સંખ્યા “છેલ્લા એક વર્ષમાં જ 11.18 લાખ નવા વાહનો છુટ્યા ”…

 

 

18 વર્ષથી મોટી ઉંમરના લોકોની વસતી 4.97 કરોડ સામે 68 ટકા વાહનોની સંખ્યા

“છેલ્લા એક વર્ષમાં જ 11.18 લાખ નવા વાહનો છુટ્યા ”

ગુજરાતમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેની પાછળ વધતી જતી વાહનોની સંખ્યા મદદઅંશે જવાબદાર ગણાવાય છે.

વર્ષોથી રસ્તાની પહોળાઈ યથાવત છે. તેની સામે વાહનોની સંખ્યામાં દર વર્ષે સતત વધારો નોંધાઈ રહ્યો છે.

હવે સમૃદ્ધ બની રહેલા ગુજરાતમાં એક લાખની વસ્તીએ વાહનોની સંખ્યા 45,437 થઈ છે. અને રાજ્યમાં વાહનોની કુલ સંખ્યા 3.36 કરોડને વટાવી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં જ 11.18 લાખ નવા વાહનો રસ્તાઓ પર ઉતર્યા છે.

રાજ્યની કુલ 7.25 કરોડની વસ્તીમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા 4.97 કરોડની છે તેની સામે રાજ્યમાં વાહનોની સંખ્યા 336.09 લાખ એટલે કે, 3.36 કરોડથી પણ વધી ગઈ છે. વસતી અને વાહનની સંખ્યામાં જોવામાં આવે તો વસતીના પ્રમાણમાં 68 ટકા જેવો વાહનો છે. મતલબ કે, દર બે વ્યક્તિએ વાહનોની સંખ્યા ત્રણની છે.

ગુજરાતમાં હવે લોકો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ મુસાફરી કરવાની જગ્યાએ વધુમાં વધુ ખાનગી વાહનો વસાવવાની આદતને કારણે રાજ્યમાં વસ્તી સામે વાહનની સંખ્યા દર એક લાખની વસ્તીએ છેક 45,437 વાહનો સુધી પહોંચી છે. વર્ષ 2023-24માં નોંધાયેલ મોટર વાહનોની સંખ્યા 324.91 લાખ હતી સાઈકલ, સ્કૂટર, મોપેડ સાથે ઓટો રીક્ષા, ટેમ્પો, ટ્રેઈલર અને ટ્રેક્ટર પણ છે. રાજ્યમાં વર્ષ 2023-24માં નોંધાયેલ મોટર વાહનોની સંખ્યા 324.91 લાખ હતી, જે વર્ષ 2024-25 (ઓકટોબર-2024 અંત)માં 336.09 લાખ થઈ છે.

આ પૈકી મોટર સાઈકલ/ સ્કૂટર/ મોપેડની સંખ્યા 241.55 લાખ, ઓટો રીક્ષાની સંખ્યા 10.73 લાખ, મોટરકાર (જીપ સહિત) 49.12 લાખ, માલવાહક વાહનો (ટેમ્પો સહિત) 15.80 લાખ, ટ્રેઈલર 4.14 લાખ અને ટ્રેક્ટરની સંખ્યા 11.57 લાખ નોંધાઇ છે.
વાહન ચાલકની વાહન ચલાવવાની સ્કીલ અંગેની ગુણવત્તાની ચકાસણી થાય તેમજ માર્ગ અકસ્માતમાં ઉત્તરોત્તર ઘટાડો થાય તે માટે વર્ષ 2023-24 દરમ્યાન 23 આરટીઓ- એઆરટીઓમાં ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ શરૂૂ કરવામાં આવ્યા છે. જેમાં 16 આરટીઓ- એઆરટીઓમાં મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આવેલા છે. વર્ષ 2023-24 દરમ્યાન રાજ્યમાં 14.45 લાખ ડ્રાઇવિંગ લાઈસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.
જ્યારે વર્ષ 2024-25 (નવેમ્બર-2024 અંતિત) દરમ્યાન રાજ્ય ખાતે 9.90 લાખ ડ્રાઇવિંગ લાયસન્સનું ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *