રોડ સેફ્ટી મંથ અનુસંધાને આજીડેમ ચોકડી ખાતે બ્રેક ચેકઅપ ઓફ વ્હીકલ્સ અંગેની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂૂપે ટ્રાફીકના પીએસઆઇ વી.એ.પરમાર,પીએસઆઇ બી.આર. પરમાર,પી.એસ.આઇ આઈ.આઈ.કટિયા, આરટીઓ અધિકારી ઓ.એચ.ઝાલા, આરટીઓ વી. બી. પટેલ નાઓ સાથે સંકલનમાં રહી ટ્રાફીક સલામતી મંથ-2025 ની ઉજવણીના ભાગરૂૂપે હેવી વેહિકલ તેમજ એલએમવી તથા ઓટોરીક્ષા તથા બાઈક વિગેરે મળી 40થી 50 વાહનોની યાંત્રિક તપાસણી કરવામાં આવી જેમાં વાહનના બાહ્ય ભાગો જેવા કે લાઇટ્સ અને સિગ્નલ: હેડલાઇટ, ટેઇલલાઇટ, ટર્ન સિગ્નલ, અને બ્રેક લાઇટની કાર્યક્ષમતા તપાસવામા આવી હતી.રિયર-વ્યુ મિરર અને સાઇડ મિરર્સ તથા ટાયરના કંડિશન, ટાયરનું ટ્રીડ, અને એયર પ્રેશર તથા વાહનના એન્જિન અને મશીનરી,કૂલન્ટ સિસ્ટમ તથા બેટરીના કનેક્શન,ફુટ બ્રેક અને હેન્ડ બ્રેક બંનેની કાર્યક્ષમતા તથા ફ્યુઅલ સિસ્ટમ,સસ્પેન્શન અને સ્ટિયરિંગ ચકાસણી તથા હોર્ન નિરીક્ષણ. એસી/ હીટર: તાપમાન નિયંત્રણ સિસ્ટમ તથા અન્ય સલામતી ઉપકરણો તથા ફાયર એક્સટિંગ્યુશર તથા ડ્રાઇવર દ્વારા દર્શાવાયેલી કોઈ પણ સમસ્યાને પ્રાથમિકતા સાથે તપાસવામા આવેલ છે તેમજ આ તમામ ચકાસણી વાહનના સલામત અને યોગ્ય ઉપયોગ માટે મહત્વપૂર્ણ હોય તેની ચકાસણી કરવામાં આવી તેમજ માર્ગ સલામતીના નિયમો, વાહન જાળવણી અને ટેકનિકલ માહિતી અંગે સમજ આપવામાં આવી હતી.રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા ગઈકાલે હેલ્મેટ પહેરેલ વાહન ચલાવતા ચાલકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રોડ સેફટી મંથ: 50 વાહનોની યાંત્રિક તપાસણી
રોડ સેફ્ટી મંથ અનુસંધાને આજીડેમ ચોકડી ખાતે બ્રેક ચેકઅપ ઓફ વ્હીકલ્સ અંગેની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂૂપે ટ્રાફીકના પીએસઆઇ વી.એ.પરમાર,પીએસઆઇ બી.આર. પરમાર,પી.એસ.આઇ આઈ.આઈ.કટિયા, આરટીઓ…
