બગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલન

બગસરા ડેપોનો દિવસે ને દિવસે વહીવટ કથળતો જતો હોય તેવું લાગી રહ્યું છે. જયારે આજ રોજ અમરેલી ઉપ ડાઉન કરતા વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકોમાં જન…

બગસરા ડેપોનો દિવસે ને દિવસે વહીવટ કથળતો જતો હોય તેવું લાગી રહ્યું છે. જયારે આજ રોજ અમરેલી ઉપ ડાઉન કરતા વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકોમાં જન આકોર્ષ જોવા મળિયો હતો. આ લોકોએ અનેક વખત ડેપોના અધિકારીઓ તેમજ ડેપો મેનેજરને રજુવાત કરવામાં આવેલી હતી કે અમો કાયમી ઉપ ડાઉન કરતા હોઈએ છીએ જેથી કરીને અમારા માટે નિયમિત બસ મુકવામાં આવે જેથી કરીને પાસ ધારાકોની સગાવડતા સચવાઈ રહે અમો 25 થી 30 લોકો કાયમી આવન જવાન કરી શકીયે તેના માટે એક બસ ફાળવવામાં આવે પરંતુ આ તંત્રની ઘોર બેદરકારીના લીધે અમારે કાયમી માટે હેરાન થવું પડે છે જયારે અમોએ પુરા મહિનાનો પાસ કઢાવી લીધેલ હોય તેમ છતાં અમારે રૂૂપિયા આપીને અન્ય વાહનોમાં જવાની ફરજ પડે છે. તો આ રોજ ફરી બસ બંધ રાખવામાં આવતા વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકો ને બસ ના ફાળવતા રોષે ભરાયા હતા અને અધિકારીને જાણ કરી હતી. પરંતુ સંતોષ કારક જવાબ ના મળતા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

જયારે અડધો કલાક સુધી એસટી બસ ને ડેપોમાં પ્રવેશ આપવા કે ડેપોની બહાર નીકળવા દીધેલ ના હતી અંતે તંત્ર દ્વારા જુકીને બસ ફાળવવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જયારે આ બાબતે વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકોના કહેવા મુજબ જ્યારથી અહીંયા ડેપો મેનેજર મેડમ આવ્યા છે ત્યારથી એસ ટી તંત્ર ખાડે ગયું છે તો આ બાબતે ઉપરી અધિકારી આવ બાબતે ગંભીરતા લઇ ઘટત્તુ કરવામાં આવે અને હજુ પણ ભવિષ્યમાં આ બસ કાયમી મુકવામાં નહિ આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

અપડાઉન કરતા પેસેન્જર એ અમો ઘણા વર્ષો થયા અપડાઉન કરીએ છીએ આ ડેપો મેનેજર ગઢવી મેડમ આવ્યા પછી છેલ્લા અઢી વર્ષ થયા અમોને અપડાઉન કરવાની તકલીફ પડે છે બગસરા અમરેલી જતી સવારની બસ બંધ કરી દીધી છે રજૂઆત કરવા જાય છે તો સરખો જવાબ દેતા નથી અને ગેરવર્તન કરે છે તેમ પ્રેસ યાદીમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *