RMCની ગર્લ્સ સ્કૂલનું 100%, શેઠ સ્કૂલનું 80% પરિણામ

સરોજીની નાયડુ સ્કૂલની 40 વિદ્યાર્થિનીઓને 90% પી.આર.થી વધુ ગુણ, પી.એન.ડી.ટી.વી. શેઠ હાઇસ્કૂલના 96માંથી 77 છાત્રો પાસ ધોરણ 12માં સરકારી સ્કૂલનો દબદબો, શેઠ હાઇસ્કૂલમાં પણ 80.20…

સરોજીની નાયડુ સ્કૂલની 40 વિદ્યાર્થિનીઓને 90% પી.આર.થી વધુ ગુણ, પી.એન.ડી.ટી.વી. શેઠ હાઇસ્કૂલના 96માંથી 77 છાત્રો પાસ

ધોરણ 12માં સરકારી સ્કૂલનો દબદબો, શેઠ હાઇસ્કૂલમાં પણ 80.20 ટકા રિઝલ્ટ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલે ધોરણ 12માં ઝળહળતુ પરિણામ લાગ્યુ છે. પરિક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ પાસ થતા 100 ટકા પરિણામ સાથે શાળાને રોશન કરી છે. તો મનપા સંચાલિત અન્ય સ્કુલ પીએનટીવી શેઠ હાઇસ્કુલનું પરિણામ 80.20 ટકા આવ્યુ છે. આ વર્ષે શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાના કુલ 107 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી અને તમામ 107 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે. પરિણામે શાળાનો કુલ પરિણામ દર 100 ટકા નોંધાયો છે. એક પણ વિદ્યાર્થી નાપાસ ન થતા શાળાની શૈક્ષણિક ગુણવત્તા અને માર્ગદર્શનની અસરકારકતા સ્પષ્ટ થાય છે.

વિદ્યાર્થીનીઓના પ્રદર્શનની વિશેષતા તરીકે 80 PR થી વધુ ગુણ મેળવનારા 57 વિદ્યાર્થીઓ છે, જ્યારે 90 ઙછથી વધુ ગુણ મેળવનારા 40 વિદ્યાર્થીઓએ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. આ આંકડા શાળાના મજબૂત શૈક્ષણિક ધોરણ અને સતત પ્રયત્નોની સાબિતી આપે છે. ગત વર્ષમાં પણ શાળાનું પરિણામ 100 ટકા રહ્યું હતું અને આ વર્ષે પણ તે જ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ રીતે સતત ગુણવત્તાસભર શિક્ષણ આપીને શાળાએ સફળતાની નવી ઊંચાઈ સર કરી છે. જ્યારે પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ શાળાના કુલ 96 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ 77 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 19 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરિણામે શાળાનો કુલ પરિણામ દર 80.20 ટકા નોંધાયો છે. માર્ચ-2025માં શાળાનું પરિણામ 75% હતું જે આ વર્ષે વધીને 80.20% આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *