મોરબી જિલ્લામાં મેઘ મહેરથી નદી-નાળા છલકાયા, વાહન વ્યવહાર ઠપ્પ

સરતાનપર રોડ પર ટ્રક ફસાયો અને ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ: આગાહીના પગલે શાળા કોલેજોમાં આજે રજા મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગુરૂવારે રાતના 10 વાગ્યાથી…

સરતાનપર રોડ પર ટ્રક ફસાયો અને ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ: આગાહીના પગલે શાળા કોલેજોમાં આજે રજા

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગુરૂવારે રાતના 10 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે. સ્થાનીક જળાશયો તથા નદી નાળામાં પાણી આવી જ્વાના કારણે કેટલાક રસ્તાઓ બંધ છે. ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભુગર્ભ ગટરની યોગ્ય કામગીરી ન હોવાથી પાણીનો નિકાલ ન થવાથી શહેર પાણીમાં ગરકાવ થયું હતું. આગળ પણ વરસાદની આગાહીના પગલે શૈક્ષણિક વિભાગે શાળા-કોલેજાસેમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં 208 મીમી, મોરબીમાં 151 મીમી, ટંકારામાં 75 મીમી, માળીયા તાલુકામાં 118 મીમી અને હળવદ તાલુકામાં 77 મીમી ભારે વરસાદ પડવાથી જિલ્લાવાસીઓ અને ખેડુતોમાં આનંદની લાગણી છવાઇ હતી.

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગુરુવારે રાતના 10 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે અને સ્થાનિક જળાશયો તથા નદી નાળામાં પાણી આવી જવાના કારણે કેટલાક રસ્તાઓ બંધ છે ત્યારે મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર આવેલ કોઝવેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ત્યાંથી પસાર કરવા માટેનો પ્રયત્ન કરતા આખે આખો ટ્રક પાણીમાં તણાઈ ગયો હતો અને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો હાલમાં રોડ ઉપર પાણી આવી જવાના કારણે આ રસ્તો વાહનો માટે બંધ થઈ ગયો છે.

મોરબી જિલ્લાના પાંચે પાંચ તાલુકાની અંદર ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારના 6:00 વાગ્યાથી અત્યાર સુધીની વાત કરીએ તો વાંકાનેર તાલુકા વિસ્તારમાં 106 એમએમ એટલે કે 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં તથા નદી નાળામાં વરસાદી પાણીની આવક થવા લાગી છે ત્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડીથી આગળના ભાગમાં મુખ્ય માર્ગ ઉપર આવેલા કોઝવેમાં પણ પાણીનો પ્રવાહ આવી ગયો છે અને પાણીના કારણે હાલમાં આ રસ્તો વાહનોની અવરજવર માટે બંધ થયો છે તેમજ સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે કોઝવેમાં રોડ ઉપર પાણી આવી ગયું હતું તેમ છતાં પણ એક ટ્રક ચાલક દ્વારા પોતાનો ટ્રક ત્યાંથી પસાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે કોઝવેમાં વધુ પ્રમાણમાં પાણી હોવાના કારણે ટ્રક પાણીમાં તણાઈ ગયો હતો અને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો. જો કે હાલમાં પણ તે રસ્તા ઉપર વરસાદી પાણી હોવાના કારણે રિક્ષા, બાઇક, સ્કૂટર તેમજ ટ્રક સહિતના ભારે વાહનો માટે પણ આ રસ્તો બંધ થઈ ગયો છે જેથી કરીને રસ્તાની બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા છે.

મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, 29 ગામોને કરાયા એલર્ટ

મોરબી પંથક અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે જળસંચયની સ્થિતિમાં મોટો વધારો થયો છે. મોરબી જિલ્લાની જીવાદોરી સમાન અને અતિ મહત્વપૂર્ણ ગણાતો મચ્છુ-2 ડેમ સંપૂર્ણપણે ભરાઈને ઓવરફ્લો થઈ ગયો છે. ડેમમાં સતત થઈ રહેલી પાણીની આવકને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે, જેથી ડેમની સુરક્ષા જળવાઈ રહે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું જોખમ ઘટે. મચ્છુ-2 ડેમના 4 દરવાજા 7 ફૂટ ખોલાયાડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં જળ સપાટી ખતરાના નિશાનની નજીક પહોંચી હતી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ મચ્છુ-2 ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખુલતાની સાથે જ જળરાશિ ભારે વેગથી નદીના પટમાં વહેવા લાગી છે. તંત્ર દ્વારા પ્રાપ્ત આંકડાઓ મુજબ, મચ્છુ નદીમાં હાલ 18 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીના આ વિશાળ પ્રવાહના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં જળસ્તર અચાનક વધી ગયું છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા માટે સખત સૂચના આપવામાં આવી છે. મોરબી અને માળિયાના 29 ગામડાં હાઈ એલર્ટ પરડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબી અને માળિયા તાલુકાના નદીકાંઠાના વિસ્તારો પર સીધું જોખમ ઊભું થયું છે. સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા મોરબી અને માળિયાના કુલ 29 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *