ગોંડલ એસટી બસ સ્ેટશન માંથી ખાનગીવાળા ઓ મુસાફરોને ખેચી જતા હોય એસટીને લાખોની આવકનો ચુનો લાગી રહ્યો છે. ડેપો મેનેજરની આવા વાહન ચાલકો સાથે ની મીલી ભગત હોય તેમ ખાનગી વાહનો પણ બસ ડેપોમાં જ રાખી મુસાફરોને ખેચી જવાય છે.
ગોંડલના એસટી ડેપોમાં જાણે રેઢા રાજ હોય તેમ ઢોર તથા શ્ર્વાન આંટા મારતા હોવાની અને કટેલીક વખત શ્ર્વાનોએ બસમાં બેસવા જતા મુસાફરોને કરડયા ના બનાવો બન્યા છે. અને આ અંગેના અખબારી અહેવાલ ફોટા સાથે પ્રસિદ્ધ થયા હતા આમ છતા એસટીના ડેપો મેનેજર થી માંડી વિભાગીય અધિકારી સુધીના ને જેને પગાર મળે છે. તેવા એસટી તંત્રની નિષ્ઠા જાળવવાનુ કે ફરજ બજાવાનું સજતુ ન હોવાની છાપ થઇ રહી છે.
ગોંડલના બસ સ્ટેશનમાં ખાનગી વાહનોવાળા પોતાના વાહનો ઉભા રાખી મુસાફરોને પોતાના ખાનગી વાહનમાં બેસાડી જાય છે. સરકારે જનતાની સુખાકારી માટે બસ સેવા માટે હજારો બસો બસ સ્ટેશન તથા જરૂરી સુવિધા ઓ કરી છે. પણ એસટી તંત્રને જાણે કોઇ પડી ન હોય તેમ ખાનગી વાહનો વાળા બસ સ્ટેશનમાં જ વાહનો રાખી મુસાફરોને ખેચી જાય છે. એસટી લાખોની આવક ગુમાવે છે કોના પોપે? ઉચ્ચ સતાધીશો એ આ બાબતે યોગ્ય પગલા લેવા જોઇએ આવા વાહન ચાલકો સાથે પોલીસની પણ મીલીભગત હોવાની લોક ફરિયાદ ઉઠી છે.
અગાઉ એવા સમય હતો તે સ્ટેશન નજીકના 50-100 મીટરના અંતરમાંથી ખાનગી વાહનોમાં મુસાફરો ભરી શકતા નહીં અને અન અંગે સરકારી આદેશ હતા પણ હવે તો આવા આદેશ કે તેના અમલની ઐસી તૈસી કરી બસ સ્ટેશનમાંથી જ મુસાફરો લઇ જવાય છે. અને એ પણ ખાનગી વાહન બસ સ્ટેશનમાં રાખીને જ આ બાબતે તો ગાંધીનગરમાં બેઢેલા જ કંઇક કરે તો થાય બાકી તો હોતી કૈ ચલતી હૈ ચાલ્યા જ રાખશે
