બહુમાળી ભવનની લોબીમાં રિક્ષાના આટાફેરા

બેરોકટોક રિક્ષાચાલક લોબીમાં રિક્ષા ફેરવતો હોવાથી અરજદારોમાં આશ્ર્ચર્ય રાજકોટ બહુમાળી ભવન કચેરી સતત અરજદારોથી ધમધમતી જોવા મળે છે. હાલમાં વેકેશન ખુલતા અગાઉ વિવિધ કોર્સમાં એડમિશન…

બેરોકટોક રિક્ષાચાલક લોબીમાં રિક્ષા ફેરવતો હોવાથી અરજદારોમાં આશ્ર્ચર્ય

રાજકોટ બહુમાળી ભવન કચેરી સતત અરજદારોથી ધમધમતી જોવા મળે છે. હાલમાં વેકેશન ખુલતા અગાઉ વિવિધ કોર્સમાં એડમિશન મેળવા માટે વિદ્યાર્થીઓ પણ જાતિના દાખલા અને નોન-ક્રિમીલેયર સર્ટીફિકેટ મેળવવા લાબી કતારો જોવા મળે છે.

ત્યારે આજે અરજદારોથી ધમધમતી બહુમાળી ભવનની લોબીમાં રીક્ષાના આટાફેરાથી અરજદારો અચંબિત થઈ ગયા હતાં. રીક્ષા ચાલક બેરોકટોક લોબીમાં રિક્ષા ચલાવતો હોવાનો અને લોબીમાં આવેલી બેંક પાસે પાર્ક કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નિયમોને નેવે મુકી સરકારી કચેરી અંદર રીક્ષા પ્રવેશી હોવા છતાં કોઈ ચોકીદારે ન અટકાવતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *