સુરેન્દ્રનગરમાં શેરીમાં રખડતી ગાયો મામલે રિક્ષાચાલક પર હુમલો, પત્નીનો હાથ ભાંગી નાખ્યો

સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર ફિરદોસ સોસાયટીમાં ગાયો આડી રાખવા અંગે રિક્ષાચાલક પર હુમલો થયો હતો જેમાં વચ્ચે પડેલી પત્નીનો હાથ ભાંગી નાખતા ફરિયાદ નોંધાઈ છે.…

સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર ફિરદોસ સોસાયટીમાં ગાયો આડી રાખવા અંગે રિક્ષાચાલક પર હુમલો થયો હતો જેમાં વચ્ચે પડેલી પત્નીનો હાથ ભાંગી નાખતા ફરિયાદ નોંધાઈ છે. ફિરદોસ સોસાયટીમાં પીન્ટુભાઈની દુકાન પાસે રહેતા અને રિક્ષા ચલાવતા મહેશભાઈ રમેશભાઈ નદવાણીયા શેરીમાં ઉભા હતા.તે દરમિયાન સામે રહેતો વિજય કાળુભાઇ મુંધવા ઘરની બહાર આવ્યો હતો અને તને મારી ગાયો નડે છે, અહીં આવ તેમ કહી વિજયે મહેશભાઈનો કોલર પકડીને ધમકાવ્યા હતા કે તું આ શેરીમાંથી રિક્ષા લઈને નીકળે ત્યારે મારી ગાયો બેઠી હોય તો હોર્ન નહીં વગાડવાનો અને ગાયોને ઉભી નહીં કરવાની તેમ કહી તે ઘરમાંથી લાકડી લઈ આવ્યો હતો, તેની સાથે તેની માતા લક્ષ્મીબેન અને બહેન સોનલબેન પણ લાકડીઓ લઈનેબહાર દોડી આવ્યા હતા. આરોપી વિજય લાકડીનો ઘામ હેશભાઈને કરવા જતાં તેમનાપત્ની ઈલાબેન વચ્ચે પડ્યા હતા.

વિજયે ફટકારેલી લાકડી વાગવાથી ઈલાબેનને ડાબા હાથેફ્રેક્ચર થયું હતું. આ દરમિયાન સોનલબેને ઈલાબેનના વાળખેંચી નીચે પાડી દઈ જમણા હાથેતથા જમણા પગે બચકાં ભરીઈજાઓ પહોંચાડી હતી. બૂમાબૂમથતાં પરિવારજનો દોડી આવતાહુમલાખોરો જો હવે પછી ગાયોઉભી કરી તો મારી નાખીશું તેવીધમકી આપી નાસી છૂટ્યા હતાધમકીથી ડરી ગયેલા દંપતીએસી.યુ. શાહ હોસ્પિટલમાંસારવાર લીધી હતી, જ્યાંઈલાબેનને ફ્રેક્ચર હોવાથીદાખલ કરાયા છે સુરેન્દ્રનગરસીટી એ ડિવિઝન પોલીસે મહેશભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપી વિજય કાળુભાઇ મુંધવા, લક્ષ્મીબેન કાળુભાઇ મુંધવા અને સોનલબેન કાળુભાઇમુંધવા વિરુદ્ધ ગુન્હો નોંધી વધુતપાસ હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈમકવાણા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *