રીબડા જૂથે સામાન્ય ઝઘડાને મોટુ સ્વરૂપ આપ્યું : રાજુ સોલંકી

  જુનાગઢ રાજુ સોલંકીનાં પુત્રનું અપહરણ કરી ગણેશ ગોંડલ દ્વારા માર મારવાની ચર્ચિત ઘટનામાં રાજુ સોલંકી તથા ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા વચ્ચે થયેલા સમાધાન…

 

જુનાગઢ રાજુ સોલંકીનાં પુત્રનું અપહરણ કરી ગણેશ ગોંડલ દ્વારા માર મારવાની ચર્ચિત ઘટનામાં રાજુ સોલંકી તથા ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા વચ્ચે થયેલા સમાધાન અંગે ચાલી રહેલી અનેક ચર્ચાઓ વચ્ચે જયરાજસિહનાં બંગલે રાજુ સોલંકી એ મીડીયા સમક્ષ કહ્યુ કે હા, આ મામલે અમારે સમાધાન થયુ છે.હું અને મારો સમાજ ગુમરાહ બન્યાં હતાં.પણ હવે સત્ય સામે આવ્યુ છે ત્યારે મેં સમાધાન કર્યુ છે.

પૈસા લઈ સમાધાન કરાયાનાં આક્ષેપો વચ્ચે રાજુ સોલંકી એ સ્પષ્ટતા કરી કે એકપણ પૈસો લીધા વગર સમાધાન થયુ છે. જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે અમારા વચ્ચેની ગેરસમજ દુર થઇ છે.આ વાતને કોઈ અવળે માર્ગેના લઇ જાય. દલીત સમાજનાં આગેવાનો અને કાર્યકરોની વિશાળ હાજરીમાં રાજુ સોલંકી એ વધુ સ્પષ્ટતા કરતા કહ્યુ કે બે વર્ષ પહેલા મારા પુત્ર અને ગોંડલ ગણેશને જગડો થયો હતો.ખુબ મથામણ બાદ બનાવ અંગે પોલીસ ફરિયાદ થઇ. ત્યારે મારો સમાજ સાથેના હતો.

તે પછી અમારા સમાજનાં દેવદાન મુછડીયા,યોગેશભાશા,પીન્ટુ બગડા મને રીબડા અનિરુદ્ધસિંહ પાસે લઇ ગયા.ત્યાં હું અનિરુદ્ધસિંહ જેમ કહેતા ગયા તેમ કરતો ગયો.તેમણે મને ગોંડલ રેલી અને સમેંલન કરી જયરાજસિહની આબરુ કાઢવા કહ્યુ.મે તેમ કર્યુ.એ પછી મને ધારાસભ્ય ગીતાબાનું રાજીનામુ માંગવા કહેવાયુ.એ સમયે બનાવનાં કારણે હું રોષમાં હતો એટલે અનિરુદ્ધસિંહનાં શિખવ્યા મુજબ મેં કર્યુ.પણ ખરેખર લડાઈ તો રીબડા અને ગોંડલ વચ્ચેની હતી.દલીત સમાજને કોઈ લેવાદેવા નહોતા.પરંતુ મારા સમાજનાં જુનાગઢ રાજકોટનાં કેટલાક આગેવાનોએ મને ગેરમાર્ગે દોરી અનિરુદ્ધસિંહનાં દોરી સંચાર હેઠળ સામાન્ય બનાવને મોટો બનાવી મુક્યો.

રાજુ સોલંકી એ કહ્યુ કે હુ અને મારો પરિવાર જેલમાં ધકેલાયા મારા પર ગુજસીટોક લાગી ત્યારે આ આગેવાનોએ મને કોઇ મદદ કરી નથી.મારો સમાજ મારા અને મારા પરિવાર માટે આંદોલન કરવાનો હતો.ત્યારે દેવદાનભાઇ સહિતનાં લોકોએ તેમને અટકાવ્યા હતા. ઉલ્ટા નું અમારી ધરપકડ કરનાર પોલીસનું આ લોકોએ સન્માન કર્યુ હતુ.આખો ઇશ્યુ અનિરુદ્ધસિંહનાં કહેવા મુજબ થયો હતો.જેમા ગણેશ કે જયરાજસિહ નિર્દોષ છે.મારો સમાજ મારી કે સમાધાનની વિરુદ્ધ માં નથી.જે બેચાર આગેવાનોને ભાગબટાઇ કરવી છે.એ વિરોધ માં છે.

રાજુ સોલંકી એ સવાલ કર્યો કે મારી મુશીબતમાં સમાજે મને મદદ નથી કરી તો સમાધાન માટે મારે શા માટે પુછવાનું? જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે સમગ્ર બનાવમાં સામાન્ય બોલાચાલી હતી.જે બે દિવસમાં પુરી થઇ જાત.પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજાએ આખા પ્રકરણને ખોટી રીતે ચગાવી મુક્યુ અને સમાજને ગુમરાહ કર્યો.સમાધાન માટે રાજુ સોલંકી એ પૈસાની કોઈ વાત કરી નથી.કાયદાકીય રીતે અમારે સમાધાન થઇ ગયુ છે. આ વાત અહી પુરી થઇ છે.મહેરબાની કરી આ વાતને કોઈ અવળે માર્ગે દોરે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *