મામલતદાર કોર્ટનો રસ્તો ખુલ્લો કરવાના નિર્ણય સામેની રિવિઝન મંજૂર

રાજકોટ તાલુકાના જીયાણા ગામની સીમમાં ખેડૂતો વચ્ચેના વિવાદમાં મામલતદાર કોર્ટે રસ્તો ખુલ્લો કરવાના આપેલા નિર્ણય સામે સામાવાળાની રિવિઝન અરજીમાં પ્રાંત અધિકારીએ મામલતદાર કોર્ટનો હુકમ રદ…

રાજકોટ તાલુકાના જીયાણા ગામની સીમમાં ખેડૂતો વચ્ચેના વિવાદમાં મામલતદાર કોર્ટે રસ્તો ખુલ્લો કરવાના આપેલા નિર્ણય સામે સામાવાળાની રિવિઝન અરજીમાં પ્રાંત અધિકારીએ મામલતદાર કોર્ટનો હુકમ રદ કરી અને કેસને ફરીથી ચલાવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટ તાલુકાના જીયાણા ગામના સર્વેમાં ભરતભાઈ નાથાભાઈ ઢોલરીયા વિગેરે (મુળ અરજદારો)ની જમીન આવેલ, જે જમીનની પશ્ચિમ દિશા બાજુથી નીતાબેન હિતેષકુમાર ડાંગર (મુળ સામાવાળા)નું ખેતર આવેલ. મુળ અરજદારોએ જાહેર રસ્તા બાબતે કરેલ મામલતદાર કોર્ટે મંજુર કરી અને રસ્તો કાયમી માટે ખુલ્લો રાખવાનો હુકમ કર્યો હતો. જે હુકમની સામે નીતાબેન હિતેષકુમાર ડાંગર (મુળ સામાવાળા)એ પ્રાંત અધિકારી સમક્ષ રિવિઝન અરજી કરેલ, જેમાં મુળ સામાવાળાના એડવોકેટ ભાસ્કરભાઈ વાય. પરમારે દલીલ કરેલ કે આ જમીનમાં કોઈ ગાડા માર્ગ આવેલ નથી તથા પુરાવા રજુ રાખેલ અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ જજમેન્ટો રજુ કરેલ. જે પ્રાંત કોર્ટે માન્ય રાખી મામલતદાર કોર્ટના હુકમને રદ કરી નવેસરથી નિર્ણય લેવા કેસને રિમાન્ડ કરેલ છે. આ કામમાં સામાવાળાના એડવોકેટ તરીકે ભાસ્કર વાય. પરમાર રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *