રેવન્યુ પ્રેક્ટિશનર એસો.દ્વારા અશાંતધારા અને દસ્તાવેજ અંગે પ્રાંત અધિકારીને રજૂઆત

રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન દ્વારા અશાંત ધારાના કાયદા હેઠળ થતી કાર્યવાહીમાં પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારને રજુઆત કરવામાં આવેલ. હતીઆ રજુ આતો પૈકી ખરીદનાર…

રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન દ્વારા અશાંત ધારાના કાયદા હેઠળ થતી કાર્યવાહીમાં પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારને રજુઆત કરવામાં આવેલ. હતીઆ રજુ આતો પૈકી ખરીદનાર અને વેચનારને સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ રજુ કરવાની કોઈ કાયદામાં જોગવાઇ ન હોય અને કોઇને ફરજ ન પાડી શકાય. તેવી રજુઆત કરેલ તે પરત્વે નાયબ કલેકટર એ હકારત્મક વણલ અપનાવેલ. તેમજ અશાંત ધારાની અરજી સાથે મિલકતના ઉતરોતર દસ્તાવેજો આપવાની જરૂૂરીયાત નથી. આવી રજુઆતો પ્રાંત અધિકારીએ ગ્રાહય રાખી. જે કેસમાં પ્રોપટીકાર્ડમાં છેલ્લા માલીકનું નામ દાખલ થયેલ ન હોય તેવા કેસમાં ઉતરોતર દસ્તાવેજો આપવાના રહેશે. તેવુ જણાવેલ હતુ.

આ ઉપરાંત સબ-રજીસ્ટ્રાર કચેરી ઝોન-1ના સબ-રજીસ્ટ્રાર દેસાઈ તથા અન્ય સબ-રજીસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજોની નોંધણીની કાર્યવાહીમાં પડતી મુશ્કેલીઓ અને પશ્નો બાબતે નોંધણી નિરીક્ષક અજયકુમાર ચારેલને મુખ્યત્વે રજુ આતો કરવામાં આવેલ. જે રજુઆતો દ્વારા ધ્યાનથી સાંભળી અને વહેલીતકે તેનું નિરાકરણ કરવાની બાંહેધરી આપેલ હતી. આ રજુઆતમાં રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશના પ્રમુખ એન.જે. પટેલ, ઉપપ્રમુખ કિશોર સખીયા, સેક્રેટરી જી.એલ.રામાણી, બી.સી.જી. કો ઓપ્ટ મેમ્બર સી. એચ. પટેલ, દિલેશ શાહ, રાકેશ ગોસ્વામી, નરેશ દવે, રાજભા ઝાલા, ડી. ડી. મહેતા, વિજય ભટ્ટ, શૈલેશ ભટ્ટ, આર. ડી. દવે, યતીન ભટ્ટ, હેમંત ભટ્ટ, હિતેશ મહેતા, વિજય વ્યાસ, કેતન ગોસલિયા, આર.ડી.ઝાલા, સુરેશ ગોવાણી, ભાવેશ રંગાણી, જયભારત ધામેચા, આનંદ જોશી, કેતન જેઠવા, નિલય ડેડાનીયા, નિલેશ જસાણી, દિવ્યેશ છગ, બી.એમ.પટેલ, જયેશ પટેલ, પ્રણવ જોશી, ધવલ ત્રિવેદી, પ્રણવ પટેલ, અંજના ખૂંટ, તૃપ્તિબેન પૌરાણા, હિનાબેન પરમાર, યોગેશ સોમમાણેક, નંદકિશોર પાનોલા, ભાવેશ બાંભવા, ભાવિક મેતા. વિગેરે રજૂઆતમાં સાથે જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *