આગગ્રસ્ત શ્યામલ ઉપવન, શાંતિવનમાં ફાયર NOC જ ન હોવાનો ઘટસ્ફોટ

રાજકોટ શહેરમાં અગાઉ સર્જાયેલા ટીઆરપી અગ્નિકાંડમાં ફાયર સેફ્ટીને લઈને અત્યંત ગંભીર અને ગુનાહિત બેદરકારી સામે આવી હતી. આ ઘટના કોઈ કુદરતી દુર્ઘટના નહોતી, પરંતુ શતપ્રતિશત…

રાજકોટ શહેરમાં અગાઉ સર્જાયેલા ટીઆરપી અગ્નિકાંડમાં ફાયર સેફ્ટીને લઈને અત્યંત ગંભીર અને ગુનાહિત બેદરકારી સામે આવી હતી. આ ઘટના કોઈ કુદરતી દુર્ઘટના નહોતી, પરંતુ શતપ્રતિશત માનવસર્જિત હોવાનું સ્પષ્ટ થયું હતું. આટલી મોટી કરુણાંતિકા બાદ પણ શહેરમાં આજે અનેક એવા પ્રિમાઈસીસ અને મિલકતો છે કે જ્યાં જાણે-અજાણે આગની દુર્ઘટનાને સામે ચાલીને આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેવી બેદરકારી દાખવવામાં આવી રહી છે. આવી જ ગુનાહિત બેદરકારી મવડી-કણકોટ રોડ પર આવેલી હાઇફાઇ બિલ્ડીંગ શ્યામલ ઉપવન તેમજ અંબિકા ટાઉનશીપમાં શાંતિવનમાં સામે આવી હતી. અહીં ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ જ ન હોવાનુ સામે આવતા નોટિસ ફટકારવામા આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાનું મહેકમ હાલ પાંગળુ હોવાના કારણે શહેરભરની મિલકતોનું નિયમિત ચેકિંગ કરવા માટે સ્ટાફ અને સાધનોની અછત વર્તાઈ રહી છે. પરિણામે સમગ્ર શહેરમાં સઘન તપાસ અને નિયમિત દેખરેખ રાખવામાં ફાયર વિભાગને મુશ્કેલી પડી રહી છે. ઘણી વખત એવી સ્થિતિ સર્જાય છે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે આગ લાગે, ત્યારે જ તંત્ર જાગે છે અને તપાસનો ધમધમાટ શરૂૂ થાય છે. ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવી આ કાર્યશૈલીના કારણે જ સુરક્ષા વ્યવસ્થામાં રહેલા ગંભીર છીંડાઓ દુર્ઘટના પછી જ બહાર આવે છે.

તાજેતરમાં પૂર્ણ થયેલા દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટમાં ખુલ્લા પ્લોટ, કચરાના ઢગલા તેમજ ખાનગી અને સરકારી મિલકતો સહિત કુલ 204 જેટલી જગ્યાએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા. સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ મોટી જાનહાનિ કે મોટું આર્થિક નુકસાન થયું નહોતું. જો કે, આ ઘટનાઓએ એક અત્યંત ગંભીર હકીકત પણ સપાટી પર લાવી દીધી છે કે આગગ્રસ્ત ખાનગી પ્રિમાઈસીસમાંથી અનેક સ્થળોએ ફાયર એન.ઓ.સી. (ગઘઈ) જ ઉપલબ્ધ નહોતું.

દિવાળીના તહેવારમાં જેટલી જગ્યાએ આગ લાગી હતી, તે પૈકી કેટલીક હાઈફાઈ કહી શકાય તેવી ઇમારતોમાં આગ લાગ્યા બાદ ફાયર સેફ્ટીના છીંડા સામે આવ્યા હતા. મવડી વિસ્તારમાં કણકોટ રોડ પર ફાધર રેસ્ટોરેન્ટ સામે આવેલી શ્યામલ ઉપવન બિલ્ડીંગ તેમજ અંબિકા ટાઉનશીપ પાસે આવેલી શાંતિવન રેસીડેન્સી બિલ્ડીંગને ફાયર બ્રિગેડ શાખા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ બંને હાઈફાઈ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને નિયમોના પાલન અંગે ઊભી થયેલી ખામીઓને લઈને તંત્રએ નોટિસ પાઠવી છે. આ ઇમારતો પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ જ નહોતું.

એટલું જ નહીં, જ્યાં ફાયર ફાઈટિંગના સાધનો દેખાતા હતા, તે પણ નિયમિત જાળવણીના અભાવે કામ કરતા નહોતા. કેટલીક મિલકતોમાં ફાયર એન.ઓ.સી. સમયસર રિન્યુ કરાવવાની તસ્દી પણ લેવામાં આવી નહોતી. આધુનિક સુવિધાઓ અને ઊંચા ભાડા કે કિંમત ધરાવતી હાઈફાઈ ઇમારતોમાં જ સુરક્ષાના આવા અભાવથી રહેવાસીઓ અને મુલાકાતીઓની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

લક્ષ્મીનગરમાં જ્વાળામુખીનો ઢેર! કોલસાના ગોડાઉનમાં ફાયર સેફ્ટી ન હોવાનું પકડાયુ
દીવાળીના તહેવારના દિવસોમાં લક્ષ્મીનગર-5ના ખુણે લાઠિયા કોલ ડેપોના નામે ગોડાઉન છે. કોલસાના આ ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે એ સમયે સ્ટોરેજમાં કોલસાનો માલ ઓછો હતો અને આગ જ્યા લાગી હતી તે થોડે દૂર હતી એટલે સદનસીબે મોટી દૂઘર્ટના ટળી હતી. પણ સવાલ એ છે કે, જીવતા જ્વાળામુખી જેવા કોલસના આ ગોડાઉનમાં ફાયર એન.ઓ.સી. ન હતુ. જો કોલસાના મેઇન સ્ટોરેજમાં જ આગ લાગી હોત તો શું થાત? આ વિચાર માત્રથી ભયનુ લખલખુ પ્રસરી જાય તેવી ગુનાહિત બેદરકારી સામે આવ્યા બાદ મનપાએ નોટિસ ફટકારી છે.

 

લક્ષ્મીનગરમાં જ્વાળામુખીનો ઢેર! કોલસાના ગોડાઉનમાં ફાયર સેફ્ટી ન હોવાનું પકડાયુ
દીવાળીના તહેવારના દિવસોમાં લક્ષ્મીનગર-5ના ખુણે લાઠિયા કોલ ડેપોના નામે ગોડાઉન છે. કોલસાના આ ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે એ સમયે સ્ટોરેજમાં કોલસાનો માલ ઓછો હતો અને આગ જ્યા લાગી હતી તે થોડે દૂર હતી એટલે સદનસીબે મોટી દૂઘર્ટના ટળી હતી. પણ સવાલ એ છે કે, જીવતા જ્વાળામુખી જેવા કોલસના આ ગોડાઉનમાં ફાયર એન.ઓ.સી. ન હતુ. જો કોલસાના મેઇન સ્ટોરેજમાં જ આગ લાગી હોત તો શું થાત? આ વિચાર માત્રથી ભયનુ લખલખુ પ્રસરી જાય તેવી ગુનાહિત બેદરકારી સામે આવ્યા બાદ મનપાએ નોટિસ ફટકારી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *