નવા લોકાયુકત તરીકે નિવૃત્ત જસ્ટિસ વૈષ્ણવની નિમણૂક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં લોકભવન ખાતે શપથવિધિ સંપન્ન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં લોકભવન ખાતે શપથવિધિ સંપન્ન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવને ગાંધીનગરમાં લોકભવન ખાતે ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ એમ.કે. દાસ અને વરિષ્ઠ સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્તને પુષ્પ ગુચ્છ અર્પણ કરીને અભિનંદન આપવા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા નોટીફીકેશનમાં જણાવાયું છે કે લોકાયુક્ત પદે નિયુક્ત થયેલા નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈશ્નવની નિમણુંકનો કાર્યકાળ તેઓ પદભાર સંભાળે તે દિવસથી પાંચ વર્ષ માટેનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *