અમદાવાદમાં નિવૃત્ત મહિલા પ્રોફેસર અને તેના પતિને ડિઝિટલ અરેસ્ટ કરી 11.42 કરોડ પડાવ્યા

દંપતીને મની લોન્ડરીંગ અને દેશ વિરોધી પ્રવૃત્તિના કેસ થયા હોવાનું કહી ડરાવ્યા હતાં તમારા વિરૂધ્ધ CBI, સેબી અને રો સહિતની એજન્સી કાર્યવાહી કરશે તેમ કહી…

દંપતીને મની લોન્ડરીંગ અને દેશ વિરોધી પ્રવૃત્તિના કેસ થયા હોવાનું કહી ડરાવ્યા હતાં

તમારા વિરૂધ્ધ CBI, સેબી અને રો સહિતની એજન્સી કાર્યવાહી કરશે તેમ કહી વીડિયો કોલથી વોરંટ બતાવ્યું

શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં રહેતા સેંટ ઝેવીયર્સ કોલેજના નિવૃત મહિલા પ્રોફેસર અને તેના પતિ પર મની લોન્ડરીંગ તેમજ દેશ વિરોધી પ્રવૃતિના કેસ થયા હોવાનું કહીને ડરાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહીના નામે ડીજીટલ એરેસ્ટ કરીને તેમની પાસે રહેલા નાણાંની વિગતો તપાસવાના નામે કુલ 11.42 કરોડ જેટલી માતબર રકમ પડાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધવામાં આવી છે.

શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 73 વર્ષીય મહિલા તેના પતિ અને બે પુત્રો સાથે રહે છે. ગત 10 જુનના રોજ સવારે તેમને અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારને તેની ઓળખ ટ્રાઇના અધિકારી તરીકે આપીને કહ્યું હતું કે તમારા મોબાઇલ નંબર પરથી છેતરપિંડીના કેસ થયા હોવાથી સીમ કાર્ડ બે કલાકમાં બંધ થશે. તમારા વિરૂૂદ્ધ મુંબઇના કોલોબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

બાદમાં તેણે અન્ય અધિકારી થોડીવારમાં કોલ કરશે. તેમ કહીને ફોન કટ કર્યો હતો. ત્યારબાદ અન્ય એક મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે તેની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપીને કહ્યું હતું કે તમારા આધાર કાર્ડથી અનેક સીમકાર્ડ ઇસ્યુ થયા છે અને તેના દ્વારા કોલ કરીને છેતરપિંડી કરાઇ છે.

જેથી તમારા પર હવે કેસ ચાલશે. થોડીવાર બાદ તેમને વિડીયો કોલ કરીને એક વ્યક્તિએ સીબીઆઇના ડીસીપી હોવાનું કહીને તેમના વિરૂૂદ્ધ ફેમા, સીબીઆઇ, સેબી, રો સહિતની એજન્સીઓ કાર્યવાહી કરશે. તેમ જણાવીને વિડીયો કોલથી વોરંટ બતાવ્યું હતું અને તે ડીજીટલ એરેસ્ટ છે. જેથી સતત વિડીયો કોલ પર રહેવાનું કહીને તેમની રોકાણ અને સોના દાગીના તેમજ બેંક એકાઉન્ટની વિગતો જાણીને દાગીના અને તમામ રોકાણનું વેચાણ કરીને નાણાંનુ વેરીફીકેશન કરવાનું કહીને નાણાં અન્ય એકાઉન્ટમાં ટ્રાન્ફર કરાવીને 24 કલાકમાં પરત કરવાનું કહ્યું હતું.

આ ઉપરાંત, મહિલાના પતિ વિરૂૂદ્ધ પણ કાર્યવાહી કરાશે. તેમ કહીને તેના પતિને પણ 10 દિવસ ડીજીટલ એરેસ્ટ કરીને તેમના રોકાણ, બચત, પીપીએફ સહિતના નાણાં લઇ લીધા હતા. આમ, ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા દંપતિ પાસેથી કુલ 11.42 કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. પરંતુ, મહિલા પ્રોફેસરને શંકા જતા તેમણે હાલ પોલીસમાં નોકરી કરતા તેના એક પૂર્વ વિદ્યાર્થીને આ અંગે પુછતા તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી.આ અંગે તેમણે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *