બીએસએનએલના નિવૃત્ત કર્મચારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

શહેરના સદર બજારમાં આવેલા ઠકકર બાપા હરીજનવાસમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે…

શહેરના સદર બજારમાં આવેલા ઠકકર બાપા હરીજનવાસમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે હોસ્પિટલે દોડી જઇ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ સદર બજારમાં આવેલા ઠક્કર બાપા હરીજનવાસ શેરી નં.2માં રહેતા જગદીશભાઇ મનજીભાઇ વાણીયા (ઉ.વ.56) નામના પ્રૌઢે આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગાટવી લેતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયા તેમની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસેને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જગદીશભાઇનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જગદીશભાઇ બે ભાઇ એક બહેનમાં નાના અને અગાઉ બીએસએનએલમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા હતા. હાલમા તેઓ નિવૃત હતા. તેમને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. તેમણે આ પગલું શા માટે ભર્યુ તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *