ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા ન હતા અથવા ગુણ સુધારવા માંગતા હતા, તેમના માટે યોજાયેલી આ પરીક્ષાના પરિણામો બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે.
GSEB છયતીહિં : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા ન હતા અથવા ગુણ સુધારવા માંગતા હતા, તેમના માટે યોજાયેલી આ પરીક્ષાના પરિણામો બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે.
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર ધોરણ 10ની પૂરક પરીક્ષાનું કુલ પરિણામ 33.05 ટકા નોંધાયું છે. આ પરીક્ષા આપેલા 93,321 વિદ્યાર્થીઓ પૈકી 30,845 ઉમેદવારો પરીક્ષામાં સફળ થયા છે. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 60.86 ટકા આવ્યું છે. અહીં નોંધાયેલા 33,944 ઉમેદવારોમાંથી કુલ 20,658 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આપનારા 16,120 વિદ્યાર્થીઓમાંથી 4,411 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેના પગલે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 27.36 ટકા રહ્યું છે.
