પેડક રોડ ઉપર રિક્ષા અડફેટે બાઇક ચાલક રેસ્ટોરન્ટ સંચાલકનું મોત

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં મદ્દાસ કાફેથી બાઇક લઇ જમવા નીકળેલા હોટલ…

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં મદ્દાસ કાફેથી બાઇક લઇ જમવા નીકળેલા હોટલ સંચાલકના બાઇકને અટલ બિહારી ઓડિટીરીયમ પાસે પાછળથી રિક્ષા ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યુ હતુ. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રૂખડીયા ફાટક પાસે રહેતા અને અટલ બિહારી વાજયાઇ ઓડિટોરીયમ પાસે જય મદ્દાસ કાફે ચલાવતા કૃષ્ણા એપન વાઇડેન્ડે નામનો 43 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે બપોરના એકાદ વાગ્યાના અરસામા પોતાનુ બાઇક લઇ અટલ બિહારી વાજયાઇ ઓડિટોરીયમ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે 03-સીટી 4978 નંબરની રિક્ષાના ચાલકે પાછળથી બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મુળ મહારાષ્ટ્રનો વતની હતો અને અહીં જય મદ્દાસ કાફે નામે રેસ્ટોરન્ટ ચલાવતો હતો. રેસ્ટોરન્ટથી ઘરે જમવા જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મૃતક યુવાન પાંચ ભાઇ બે બહેનમાં વચેટ અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *