પરસાણા ચોકથી કણકોટ જતો રસ્તો રીપેર કરો

હાલનો ચાર મીટરના રોડને 12 મીટરની મંજૂરી મળી છે તો કામ ક્યારે ચાલુ થશે તેવી સ્થાનિકોની રજૂઆત શહેરભરમાં રોડ રસ્તા મુદ્દે કાગા રોડ મચી ગઈ…

હાલનો ચાર મીટરના રોડને 12 મીટરની મંજૂરી મળી છે તો કામ ક્યારે ચાલુ થશે તેવી સ્થાનિકોની રજૂઆત

શહેરભરમાં રોડ રસ્તા મુદ્દે કાગા રોડ મચી ગઈ છે ત્યારે વોર્ડ નં. 11માં અંબિકા ટાઉનશીપથી કણકોટ જતાં રસ્તા ઉપર ગાબડાઓનું સામ્રાજ્ય છવાય ગયા બાદ તંત્ર દ્વારા આ રોડને પહોળો કરી ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં આ રસ્તા ઉપર ચાલવુ મુશ્કેલ હોય આજુબાજુની સોસાયટીઓ સહિતનાઓએ કોર્પોરેશનને રજૂઆત કરી હાલ આ રસ્તો રિપેર કરી ચાલવા લાયક બનાવવામાં આવે તેમ જણાવ્યું હતું. વોર્ડ નં. 11 માં અંબિકા ટાઉનશીપથી કણકોટ ગામ તરફ જતો રોડ વર્ષો પહેલા ધોવાઈ ગયેલ છે. તેમજ ગ્રામ પંચાયતો દ્વારા રોડ રસ્તા વર્ષોથી રિપેર થતા નથી ત્યારે મહાનગરપાલિકાની હદમાં આવતા રોડ રસ્તાઓ પેવર કરવા માટે મનપાએ કાર્યવાહી શરૂ કરી છે.

તાજેતરમાં સ્ટેન્ડીંગકમિટિની બેઠકમાં અબિકા ટાઉનશીપથી કણકોટ જતાં રોડને હાલ ચાર મીટરનો છે તેના સ્થાને 12 મીટરનો કરવા માટે ડિઝાઈન કરવામ ાટે સાત કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. હાલ ચોમાસુ હોવાથી નવા રોડ રસ્તાનું કામ થઈ શકે તેમ ન હોય વર્કઓર્ડર આપી દીધેલ હોવા છતાં આજ સુધી કામ શરૂ થયું નથી. જેના લીધે આ રોડ ઉપર કિચડ અને ખાડાઓના કારણે લોકોને ચાલવુ પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આજુબાજુની સોસાયટીઓના સ્થાનિકોએ આજે રોડ ઉપર એકઠા થઈ તંત્રને નવો રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી આ રસ્તો મોરમ અથવા બ્લોક પાથરી વાહન તેમજ પગપાળા ચાલી શકાય તેવો બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

અંબિકાથી ઠાકર હોટલ થઈ કણકોટ તરફ જતોં હાલનો ચાર મીટરનો રોડ ધોવાઈ ગયેલ હોય તેમજ આ રસ્તા ઉપરથી દરરોજ ભારે વાહનોની અવર જવર હોવાથી રસ્તા ઉપર કાદવ, કિચડ જ જોવા મળી રહ્યો છે. નાના વાહનો આ રસ્તા ઉપરથી પસાર થઈ શકતા ન હોય અંતે સ્થાનિકોએ આજે કકોર્પોરેશનને રજૂઆત કરી નવો રોડ ન બને ત્યાં સુધી ચાલવા લાયક રસ્તો તૈયાર કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *