ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજાએ 83 વર્ષના વૃદ્ધને નવજીવન અપાયું

  10 ફેબ્રુવારી,2026 ના રોજ 83 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલ મા ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા. ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઉંડાણમાં તપાસ…

 

10 ફેબ્રુવારી,2026 ના રોજ 83 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલ મા ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા. ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઉંડાણમાં તપાસ કરતા જણાયું કે દર્દી નું ઓક્સિજન લેવલ માત્ર 78% છે, આંચકી આવેલી છે, હૃદયના ધબકારા અનિયમિત છે, લોહી ની ઉલટી થય છે અને એમને એસ્પિરેશન ન્યુમોનીયા નામની ગંભીર બિમારી લાગુ પડેલ છે, દર્દી નું સોડિયમ લેવલ ખુબ ઓછું છે, ફેફસામાં બંને બાજુ અતિશય ચેપ ફેલાયેલો છે, તેમજ દર્દીનું GCS લેવલ ખૂબ ઓછુ જણાતા અને શ્વસનક્રિયા અતિશય ગંભીર હોવાથી તેમને તાત્કાલીક વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યાં. આમ 83 વર્ષની ઉંમર ની સાથે આટલી બધી જીવલેણ બીમારીઓ એક સાથે લાગુ પડેલ હોવા છતાં ડો.સત્યજીતસિંહ જાડેજા નું ઉડાણ પૂર્વકનું નિદાન અને સચોટ સારવાર ફરીવાર સફળ થતા અને દર્દીને ખૂબ સારૂ થય જતા માત્ર એક અઠવાડિયામાં દર્દી ની હોસ્પિટલ માંથી રજા કરવામાં આવી.

આમ ડૉ. સત્યજીતસિંહ જાડેજા સાહેબ ના નેતૃત્વમાં આયુષ હોસ્પિટલમાં અનેક દર્દીઓ ના સચોટ નિદાન અને સતત સફળતાપૂર્વક ની સારવાર ના પગલે અનેક દર્દીઓ ને નવજીવન મળેલા છે અને એમના નામે વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. આથી સમગ્ર મોરબી અને કચ્છ જિલ્લા ના દર્દીઓ માટે આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ એક આશા નું કિરણ બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *