ગોંડલ યાર્ડમાં દુકાનોના રિનોવેશનમાં 80 હજારનો ખર્ચ રૂા.2 લાખથી વધુ બતાવાયો

ગોંડલમાં રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપનુ રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. નવા માર્કેટયાર્ડમાં દુકાનોનાં રિનોવેશન મુદ્દે ધમસાણ મચ્યુ છે. કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ યાર્ડની દુકાનો માં…

ગોંડલમાં રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપનુ રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. નવા માર્કેટયાર્ડમાં દુકાનોનાં રિનોવેશન મુદ્દે ધમસાણ મચ્યુ છે. કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ યાર્ડની દુકાનો માં વેપારીઓ પર રુ.એંસી હજારનું કહી સતાધીશો દ્વારા રુ.બે લાખ ત્રણ હજારનો બોજ ઝિંકાયાનું કહી દુકાનોમાં ઓટા,પતરા,વાયરીંગ,કલરકામ,બોર્ડ વગેરેનો ખર્ચ એંસી હજાર જણાવી બોર્ડ મીટીંગમાં રુ.બે લાખ ત્રણ હજારનો ખર્ચ દર્શાવાયાનો આક્ષેપ કરી ખર્ચનું ગણતરી પત્રક રજુ કર્યુ હતુ.

બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખનાં આક્ષેપોને ફગાવી યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ હતુ કે રિનોવેશનમાં આટલો મોટો ખર્ચ થતો જ નથી.કોંગ્રેસ દ્વારા રજુ કરાયેલુ ખર્ચનું ગણતરી પત્રક પણ જુઠ્ઠુ છે.
યાર્ડનાં ચેરમેનનાં જવાબ બાદ હવે કોંગ્રેસ દ્વારા યાર્ડનાં ચેરમેનને ચેલેન્જ અપાઇ છે.કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાને ચેલેન્જ આપતા કહ્યુ કે દુકાનોનાં રિનોવેશન મુદ્દે યાર્ડની ઓફિસમાં તમામ ડિરેક્ટરો તથા મીડિયાની હાજરી વચ્ચે આપણે ડીબેટ ચર્ચા કરીએ,જો હું ખોટો સાબિત થાઉ તો અલ્પેશભાઈ મારી સામે માનહાની સહીતનાં કાયદાકીય પગલા લઇ શકે છે.જે હું સહર્ષ સ્વિકારીશ.અન્યથા અલ્પેશભાઈ ખોટા સાબિત થાય તો તેમણે ભુલ સ્વિકારી જાહેરમાં માફી માંગવી પડશે.

હર્ષદસિંહ ઝાલાએ આ ચેલેન્જ નો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ કરતા ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. કોંગ્રેસની ચેલેન્જ સામે અલ્પેશભાઈ ઢોલરીયાએ ટુંક માં કહ્યુ કે આગામી દિવસોમાં વેપારીઓ તથા દલાલ મંડળની બેઠક મળનાર છે.જેમા કોંગ્રેસનાં આક્ષેપનો જવાબ મળી જશે. ગોંડલ પંથકમાં હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *