ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જોખમી; USCIRFનો ગંભીર આરોપ

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)એ UAPA કાયદા હેઠળ કસ્ટડીમાં લેવાયેલા લોકોના મામલે ભારત સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. લગભગ 9 વર્ષની અનંતરિમ કસ્ટડી બાદ…

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)એ UAPA કાયદા હેઠળ કસ્ટડીમાં લેવાયેલા લોકોના મામલે ભારત સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. લગભગ 9 વર્ષની અનંતરિમ કસ્ટડી બાદ જગતાર સિંહ જોહલને જામીન મળવાનું સ્વાગત કરતાં આયોગે દાવો કર્યો કે ભારતમાં શાંતિપૂર્ણ વિરોધ અથવા માનવાધિકારો અંગે અવાજ ઉઠાવતા અલ્પસંખ્યકોને દબાવવામાં આવી રહ્યા છે.

પોતાના નિવેદનમાં આયોગે ઉમર ખાલિદ અને શરજિલ ઇમામનો પણ ઉલ્લેખ કરતાં અમેરિકન પ્રશાસનને કડક પગલાં લેવા અપીલ કરી છે. આયોગે કહ્યું છે, બ્રિટિશ મૂળના શીખ એક્ટિવિસ્ટ જગતાર સિંહ જોહલને જામીન આપવાના ભારત સરકારના નિર્ણયને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)એ અમેરિકાના વિદેશ વિભાગને અપીલ કરી છે કે તે ભારતીય અધિકારીઓ સાથે મળીને ધર્મ અથવા વિશ્વાસની સ્વતંત્રતા (FoRB) સાથે જોડાયેલા અન્ય કેદીઓની મુક્તિમાં મદદ કરે. આમાંથી ઘણા લોકો, જેમાં જગતાર સિંહ જોહલ પણ સામેલ છે, USCIRFની ફ્રેન્ક આર. વુલ્ફ ફ્રીડમ ઑફ રિલિજન ઑર બિલીફ વિક્ટિમ્સ લિસ્ટમાં ઋજ્ઞછઇ પીડિતો તરીકે નોંધાયેલા છે.

USCIRFના પ્રમુખ આસિફ મહમૂદે કહ્યું, ‘અમે નવી દિલ્હી હાઇકોર્ટના તે નિર્ણયનું સ્વાગત કરીએ છીએ જેમાં જગતાર સિંહ જોહલને જામીન આપવામાં આવ્યા છે, જેમને લગભગ નવ વર્ષ સુધી કોઈ કાનૂની આધાર વિના કસ્ટડીમાં રાખીને પરેશાન કરવામાં આવ્યા હતા. જોકે તેમના યુનાઇટેડ કિંગડમ પરત ફરવા અને પરિવાર સાથે ફરી મળવા અંગે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે. તેમણે આગળ કહ્યું, ‘જામીનની શરતો હેઠળ જોહલને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડ્યો છે, તેમના પર પ્રેસ સાથે વાત કરવાની પાબંદી છે અને તેમના પર લાગેલા આઠ આરોપોમાં તેમને હજુ પણ મૃત્યુદંડનો સામનો કરવો પડી શકે છે.

આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 2017માં અધિકારીઓએ જોહલને હત્યા અને આતંકવાદના ખોટા આરોપોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (ઞઅઙઅ) હેઠળ ખોટી રીતે ધરપકડ કરી હતી. અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે, આ ઉપરાંત જોહલનું કહેવું છે કે અધિકારીઓએ તેમને વીજળીના ઝટકા આપીને, ઊંઘવા ન દઈને, તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રાખીને અને જાનથી મારી નાખવાની ધમકી આપીને શારીરિક રીતે ત્રાસ આપ્યો, જેના કારણે મજબૂરીમાં તેમને પોતાનો ગુનો કબૂલ કરવો પડ્યો.

અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે, USCIRF અમેરિકન સરકારને આગ્રહ કરે છે કે તે ભારતીય અધિકારીઓ પર દબાણ કરે જેથી જોહલની કસ્ટડી અને તેમની સાથે થયેલા વ્યવહારની સંપૂર્ણ તપાસ થઈ શકે. સાથે જ અમેરિકન સરકારે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ’ હેઠળ આવા ગંભીર ઉલ્લંઘનો માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *