વીમાના વેચાણ અને કમિશન પર સકંજો કસવાની તૈયારી

  વીમા નિયામક આઈઆરડીએઆઈએ વીમો કેવી રીતે વેચાય, કેટલું કમિશન મળે અને કંપની કેટલો ખર્ચ કરી શકેઆ બધા પર નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ…

 

વીમા નિયામક આઈઆરડીએઆઈએ વીમો કેવી રીતે વેચાય, કેટલું કમિશન મળે અને કંપની કેટલો ખર્ચ કરી શકેઆ બધા પર નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વાત બહાર આવતાં જ પીબી ફિનટેક, ટર્ટલમિન્ટ, એચડીએફસી લાઈફ અને આઈસીઆઈસીઆઈ પ્રુ જેવા શેર તૂટ્યા. બજારને ડર છે કે નવા નિયમો લાગુ થાય તો વીમા વેચનારની આવક ઘટી જશે.

આઈઆરડીએઆઈ જીવન, હેલ્થ અને મોટર વીમામાં કમિશનની મર્યાદા ફરી લાવવા માંગે છે. 2023માં આ મર્યાદા હટાવી દેવામાં આવી હતી. હવે પ્રોડક્ટ અને વેચાણના માધ્યમ મુજબ કેટલું કમિશન આપી શકાય તે ફરી નક્કી થશે.

હેલ્થ અને ટર્મ વીમામાં નવા વ્યવસાય પર કમિશન ઘણું ઘટી શકે છે. કેટલાક અંદાજ મુજબ એક-તૃતીયાંશથી બે-તૃતીયાંશ સુધી કાપ લાગી શકે. જીવન વીમામાં આજે મોટો ભાગ પોલિસી વેચતી વખતે જ મળે છે. પ્રસ્તાવ કહે છે કે આ રકમ પોલિસીની પૂરી મુદતમાં વહેંચવી જોઈએ. તેથી શરૂૂઆતની મોટી કમાણી ઓછી થશે. કંપનીઓના મેનેજમેન્ટ ખર્ચ પર પણ કાબૂ વધશે. જનરલ વીમામાં આ ખર્ચ પાંચ વર્ષમાં 30 ટકાથી ઘટાડીને 20 ટકા સુધી લાવવાની વાત છે. જીવન વીમામાં પણ ખર્ચની મર્યાદા સખત કરવાનો વિચાર છે.

બેંક કે એનબીએફસી લોન આપે ત્યારે વીમો ફરજિયાત બાંધી દેઆ રીત પર રોક લગાવવાનો પ્રસ્તાવ છે. સાથે જ ગ્રાહકને ગેરમાર્ગે દોરતી વેચાણની રીતો પણ બંધ કરવાની વાત છે. કિંમત અને શરતો સમજાય તે પહેલાં જ ફોર્મ ભરાવી લેવું જેવી રીતો રોકવામાં આવશે.

નિયામકનો હેતુ સાદો છે. ખોટી વેચાણ ઘટાડવી, વીમાનો ખર્ચ ઓછો કરવો, ગ્રાહકને ખબર પડે કે તેનું પ્રીમિયમ કોને જાય છે, અને લોન સાથે જબરદસ્તી વીમો વેચવાની ફરિયાદો રોકવી. આ હજુ માત્ર પ્રસ્તાવ છે. અંતિમ નિયમ બન્યા નથી. સૂચનો માંગવામાં આવ્યા છે. નિષ્ણાતો કહે છે કે અંતિમ સ્વરૂૂપ થોડું નરમ પણ હોઈ શકે, પણ દિશા સ્પષ્ટ છેવીમા વેચાણ હવે વધુ કાબૂમાં રહેશે.

 

પોલીસીબજારનો શેર 36 ટકા તૂટ્યો
ગઇકાલે શેરબજારમાં વીમા કંપનીઓના શેર સૌથી વધુ તૂટ્યા હતા. પોલિસીબજારની મૂળ કંપની પીબી ફિનટેકના શેરમાં 36 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. ટર્ટલમિન્ટ લગભગ 20 ટકા નીચે ગયું. એચડીએફસી લાઈફ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફમાં પણ તીવ્ર ઘટાડો થયો. શુક્રવારે પણ આ શેરો પર દબાણ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *