રશિયન ઓઇલ ખરીદી મામલે ભારતને રાહત: હવે 500ના બદલે 100 ટકા ટેરિફ

હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર 20 ટકા ટોલનો વિચાર પણ માંડી વાળ્યો અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પર 20 ટકા ટોલ વસુલવાનો…

હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર 20 ટકા ટોલનો વિચાર પણ માંડી વાળ્યો

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પર 20 ટકા ટોલ વસુલવાનો વિચાર માંડી વાળ્યો છે. બીજી બાજુ રશિયન તેલ ખરીદી મામલે ચીન અને ભારતને રાહત આપતા ટેરિફ 500 ટકાથી ઘટાડી 100 ટકા કરી છે.

ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે, યુએસ સેનેટે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલમાં સુધારો કર્યો છે. આ સુધારા હેઠળ, રશિયન તેલ અને ગેસ ખરીદનારાઓ પર પ્રસ્તાવિત ટેરિફમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફારથી રશિયન તેલના સૌથી મોટા આયાતકારો – ભારત અને ચીન પર દબાણ ઓછું થવાની શક્યતા છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયા પ્રતિબંધ બિલમાં આ પ્રસ્તાવિત સુધારાથી ભારત અને ચીનને રાહત મળી છે. મંગળવારે, રિપબ્લિકન અને ડેમોક્રેટિક સેનેટરોએ કાયદો રજૂ કર્યો જે રશિયન તેલ અને ગેસ ખરીદનારા દેશો પર મહત્તમ ટેરિફ અગાઉના પ્રસ્તાવિત 500% થી ઘટાડીને 100% કરે છે. આ સુધારેલા બિલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જો તે અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં લાગે તો પ્રતિબંધો માફ કરવાની પણ સત્તા આપવામાં આવી છે.

અન્ય એક યુ-ટર્નમાં ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા માલવાહક જહાજો પર 20% સુરક્ષા શુલ્ક લગાવવાના પોતાના વિવાદાસ્પદ પ્રસ્તાવ પર ફેરવી તોળ્યું છે. તેમણે આ વસૂલાતનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ‘હવે આ ફી વસૂલવાને બદલે ખાડી દેશો સાથે વ્યાપાર અને રોકાણના મોટા કરારોને પ્રાથમિકતા આપવામાં આવશે. પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે થયેલી સકારાત્મક અને ઉપયોગી વાતચીત બાદ આ પ્રસ્તાવ પડતો મૂકવામાં આવ્યો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *