દિલ્હી રમખાણોના આરોપી ખાલિદને મુક્ત કરો: 8 અમેરિકી સાંસદોની માંગ

આઠ અમેરિકી કાયદા ઘડનારાઓએ દિલ્હી રમખાણો કેસમાં આરોપી ઉમર ખાલિદને જામીન પર મુક્ત કરવાની માંગ કરી છે. યુએસ કાયદા ઘડનારાઓએ અમેરિકામાં ભારતીય રાજદૂતને પત્ર લખ્યો…

આઠ અમેરિકી કાયદા ઘડનારાઓએ દિલ્હી રમખાણો કેસમાં આરોપી ઉમર ખાલિદને જામીન પર મુક્ત કરવાની માંગ કરી છે. યુએસ કાયદા ઘડનારાઓએ અમેરિકામાં ભારતીય રાજદૂતને પત્ર લખ્યો છે. પત્રમાં ઉમર ખાલિદના જામીન અને દિલ્હી રમખાણો કેસમાં ન્યાયી અને સમયસર ટ્રાયલ ચલાવવાની પણ માંગ કરવામાં આવી છે. ઉમર ખાલિદ દિલ્હી રમખાણો કેસમાં આરોપી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદા હેઠળ પાંચ વર્ષથી વધુ સમયથી જેલમાં છે.

યુએસના કાયદા નિર્માતાઓએ ઉમર ખાલિદની ટ્રાયલ શરૂૂ થાયતે પહેલાં તેની લાંબી અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પત્ર ડેમોક્રેટિક કાયદા નિર્માતાઓ જીમ મેકગોવર્ન અને જેમી રાસ્કિન દ્વારા લખાયો હતો. પત્રમાં માંગ કરવામાં આવી હતી કે ઉમર ખાલિદના કેસમાં ટ્રાયલ ઝડપથી શરૂૂ થાય અને તેને જામીન પર મુક્ત કરવામાં આવે.

દરમિયાન ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ જેલમાં બંધ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને પત્ર લખ્યો છે. મમદાનીએ આ પત્ર ઉમર ખાલિદના માતાપિતાને સોંપ્યો હતો. ઝોહરાન મમદાનીએ ઉમર ખાલિદને લખેલા પત્રમાં લખ્યું છે, “પ્રિય ઉમર, કડવાશ વચ્ચે મને તમારા શબ્દો વારંવાર યાદ આવે છે અને તેને મારા પર હાવી ન થવા દેવાનું કેટલું મહત્વપૂર્ણ છે. તમારા માતાપિતાને મળીને ખૂબ આનંદ થયો. અમે બધા તમારા વિશે વિચારી રહ્યા છીએ.”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *