આ ભવ્ય લોન્ચ કાર્યક્રમ પુજારા ગ્રુપના સ્થાપક અને ચેરમેન યોગેશ પુજારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહએ Redmi Note 15 Seriesનું અધિકૃત રીતે લોન્ચિંગ કર્યું. આ પ્રસંગે ડશફજ્ઞળશ ઇન્ડિયાની સિનિયર મેનેજમેન્ટ ટીમ તેમજ પુજારા ટેલિકોમના ડિરેક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યોગેશ પુજારાએ જણાવ્યું કે, ‘Redmi Note 15 Seriesના અદ્યતન અને પ્રીમિયમ ટેક્નોલોજી સાથેના નવા સ્માર્ટફોનની રેંજ રાજકોટના ગ્રાહકો સુધી પહોંચાડવાનું ગૌરવ પૂજારા ટેલિકોમ માટે વિશેષ છે.
અને ગ્રાહકોનો વિશ્વાસ અમારી સૌથી મોટી શક્તિ છે.” કુનાલ અગ્રવાલ, હેડ ઓફ સેલ્સ, Xiaomi Indiaએ જણાવ્યું કે, ‘Redmi Note 15 Series ડિઝાઇન, પરફોર્મન્સ સાથે ગ્રાહકો માટે ફ્લેગશિપ લેવલનો અનુભવ આપે છે અને પુજારા ટેલિકોમ જેવા મજબૂત રિટેલ પાર્ટનર સાથે આ લોન્ચ વધુ વિશેષ બન્યો છે.”
લોન્ચ બાદ ડેઝી શાહે Redmi Note 15 Series નો જાતે અનુભવ લીધો હતો. તેમણે લાઇવ ડ્રોપ ટેસ્ટ અને વોટર ટેસ્ટ કરી ફોનની મજબૂતી અને ગુણવત્તા રજૂ કરી હતી. ફોનની ડિઝાઇન, પરફોર્મન્સ અને કેમેરા ક્ષમતાની તેમણે પ્રશંસા કરી અને સકારાત્મક પ્રતિસાદ આપ્યો.
Redmi Note 15 Series સ્માર્ટફોન માઇક્રો કવાડ-કર્વ્ડ Corning, Gorilla, Glass Victus 2, IP69K ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ, 200MP MasterPixel કેમેરા અને શક્તિશાળી Snapdragon 7s Gen 4 ચિપસેટ જેવી અદ્યતન સુવિધાઓ સાથે પ્રીમિયમ અનુભવ આપે છે. પુજારા ટેલિકોમ ભારતની સૌથી અગ્રણી અને વિશ્વસનીય ટેક્નોલોજી રિટેલ ચેઇન તરીકે ભારતભરમાં 550થી વધુ સ્ટોર્સ સાથે આગવી ઓળખ ધરાવે છે.
