લાલબત્તી સમાન કિસ્સો: 10 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયેલ સોપારીનો ટુકડો ફેફસામાં ફસાયો

રાજકોટ, નાના બાળકો રમતા-રમતા મોઢામાં કઈ વસ્તુ નાખી દેશે અને તે ક્યારે જીવલેણ સાબિત થશે તેની કોઈને ખબર હોતી નથી. વાલીઓ માટે લાલબત્તી સમાન આવો…

રાજકોટ, નાના બાળકો રમતા-રમતા મોઢામાં કઈ વસ્તુ નાખી દેશે અને તે ક્યારે જીવલેણ સાબિત થશે તેની કોઈને ખબર હોતી નથી. વાલીઓ માટે લાલબત્તી સમાન આવો જ એક હચમચાવી મુકે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઊનાના એક 10 વર્ષના બાળકના ફેફસામાં ફસાયેલો સોપારીનો ટુકડો રાજકોટની સાત્વિક ચેસ્ટ હોસ્પિટલના તબીબોએ ભારે જહેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢી બાળકને નવજીવન બક્ષ્યું છે.

15 દિવસથી હતો તાવ અને ખાંસી પ્રાપ્ત વિગતો અનુસાર, ઊના ગામના એક 10 વર્ષના બાળકને છેલ્લા 15 થી 20 દિવસથી ભારે ખાંસી અને ઊંચો તાવ રહેતો હતો. છેલ્લા 5 દિવસથી તો તેને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડવા લાગી હતી. સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કારગત ન નીવડતા સિટી સ્કેન (ઈઝ જભફક્ષ) કરાવવામાં આવ્યું હતું. જેમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ અને શ્વાસનળીમાં કોઈ અજાણી વસ્તુ ફસાયેલી હોવાનું સામે આવ્યું હતું. વધુ સારવાર અર્થે બાળકને રાજકોટના ફેફસાના નિષ્ણાંત ડો. યજ્ઞેશ પુરોહિત પાસે રિફર કરવામાં આવ્યો હતો.

ઓપરેશન થિયેટરમાં સર્જાયેલી ગંભીર સ્થિતિ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે બાળકનો શ્વાસ ફૂલેલો હતો, ઓક્સિજન લેવલ 93% અને હાર્ટ રેટ 150 પ્રતિ મિનિટ હતો. આશ્ચર્યની વાત એ હતી કે માતા- પિતા કે ખુદ બાળકને પણ તે કંઈ ગળી ગયો હોવાનો કોઈ ખ્યાલ ન હતો. ડોક્ટરે તાત્કાલિક પરિવારને જોખમો સમજાવીને બાળકને ઓપરેશન થિયેટરમાં બ્રોન્કોસ્કોપી (દૂરબીનથી તપાસ) માટે લીધો. તપાસમાં જમણી શ્વાસનળીમાં એક નાનો ટુકડો ફસાયેલો જોવા મળ્યો.

જ્યારે આ ટુકડાને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો ત્યારે તે વોકલ કોર્ડ પાસે સરકીને મુખ્ય શ્વાસનળી (ટ્રેકિયા) માં અટકી ગયો, જેનાથી શ્વાસનો માર્ગ તાત્કાલિક બંધ થઈ ગયો અને બાળકનું ઓક્સિજન લેવલ ઘટીને માત્ર 30% સુધી પહોંચી ગયું! આ જીવલેણ સ્થિતિમાં ડોક્ટરોએ સમયસૂચકતા વાપરી ટુકડાને ફરી અંદર ધકેલી શ્વાસનળી ખુલ્લી કરી. આ અત્યંત કપરા સમયે એનેસ્થેટિસ્ટ ડો. નીતેશ ફળદુએ ખૂબ જ નિપુણતાથી 50% થી 80% વચ્ચે રહેતું ઓક્સિજન લેવલ જાળવી રાખવાની કઠિન કામગીરી સંભાળી હતી. અંતે ફેફસામાંથી સોપારીનો ટુકડો સફળતાપૂર્વક બહાર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *