તળાજા યાર્ડમાં ડુંગળીની વિક્રમજનક આવક: બે દિવસમાં રૂા. 125નો કડાકો

ઉપરના સેન્ટરોમાં ભાવ ઘટતા અહીં કડાકો બોલ્યો, પેટાયાર્ડની બંને તરફ દોઢ બે કિ.મી.ની લાઈનો લાગી હતી ભાવનગર જિલ્લાના તળાજા પંથક ડુંગળી ના ઉત્પાદન નું ગુજરાત…

ઉપરના સેન્ટરોમાં ભાવ ઘટતા અહીં કડાકો બોલ્યો, પેટાયાર્ડની બંને તરફ દોઢ બે કિ.મી.ની લાઈનો લાગી હતી

ભાવનગર જિલ્લાના તળાજા પંથક ડુંગળી ના ઉત્પાદન નું ગુજરાત રાજ્યમાં મહત્વનું પીઠું ગણાય છે.ડુંગળી નું વાવેતર કરતા ખેડૂતો અને વેપારીઓ બંનેમા વાવેતર કરવા ની અને વેપાર કરવા ની હિંમત ધરાવતા હોવા જોઈએ.કારણકે કેરી,કેળા અને કાંદા ત્રણેય ના વેપારી માંદા આ કહેવત ક્યારે ચરિતાર્થ થાય તે નક્કી નથી હોતું.જોકે આ વખતે જે ખેડૂતો એ ડુંગળી વાવીછે ને સારો ઉતારો આવ્યો છે તે લખપતિ બન્યા છે.

તળાજા યાર્ડમા ડુંગળી ની ખરીદી આજથી બરાબર બે મહિના પહેલા શરૂૂ થઈ હતી.યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા,યાર્ડ ના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને સેક્રેટરી અજિતભાઈ પરમાર દ્વારા ડુંગળી ની મબલખ આવક નો અંદાઝ લગાવી ખેડૂતો માટે આગોતરું આયોજન કરેલ હતું.જેને લઈ મહુવા રોડ પર ખાસ ડુંગળી માટે સબયાર્ડ શરૂૂ કરવામાં આવ્યું હતું.

બે મહિના દરમ્યાન આજે વિક્રમજનક આવક થઈ હતી.છેલ્લા કેટલાક સમય થી ત્રીસ થી ચાલીસ હજાર ગુણીની આવક હતી જે વધી ને આજે પચાસ હજાર આસપાસ પહોંચી હતી.

સબયાર્ડ ની બંને તરફ ના રસ્તા પર ડુંગળી ભરેલા વાહનો ની આશરે બે બે કિમિ સુધી લાઈનો લાગી હતી.વેપારીએ જણાવ્યું હતુ કે મહુવા અને ભાવનગર યાર્ડમા પણ આવક પુરબહાર મા થઈ હતી.આજે રૂૂ.50/60 નો કડાકો બોલી ગયો હતો.જોકે યાર્ડ ના બજાર ભાવના આંડકા પ્રમાણે ગત.તા 13 ના રોજ સૌથીઉંચો ભાવ 656 અને સરેરાશ ભાવ રૂૂ.505 રહ્યો હતો.જે

ગત.તા.15 ના રોજ સરેરાશ ભાવ રૂૂ.482 રહ્યો હતો.બાદ આજે ત્રણજ દિવસમા સૌથીઉંચો ભાવ રૂૂ.560 રહ્યો હતો.તેની સામે સરેરાશ રૂૂ.365 રહ્યો હતો.ત્રણ જ દિવસ મા રૂૂ.125 નો મણ દીઠ કડાકો બોલી ગયો હતો.

ભાવ ઘટવાના કારણ મા વેપારીના મંતવ્ય મુજબ ખાસ જયપુર બાદ દિલ્હી,પંજાબ,હરિયાણા અને યૂ.પી જે ઉપર ના સેન્ટરો નબળા પડતા ભાવ ઘટયા છે.હજુ સેન્ટરો નબળા પડવા ની શકયતા નકારી શકાય તેમ નથી!.

શિખર અને બંગાળની આવક વધી
દેશના માર્કેટિંગ યાર્ડમા ભાવનગર મહુવા તળાજા ની ડુંગળી જાય છે.ડિસેમ્બર ના મધ્યભાગ બાદ ડુંગળી ની ખેતર માંથી બજારમાં ઠલવાય છે.બાદ અન્ય રાજ્યની ડુંગળી ની આવક શરૂૂ થતા ભાવ ઘટે છે.વેપારીના મંતવ્ય મુજબ રાજસ્થાન નું શિખર અને બંગાળ નું સુખ સાગર ની ડુંગળી બજારમાં આવતા માલ નું પ્રેશર વધ્યું છે જેને લઈ ભાવ ઘટયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *