વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને એક લેટર વાઈરલ કરીને બદનામ કરાયા હતા. આ ગુનામાં ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 આરોપીની પોલીસે 28મી ડિસેમ્બરે ધરપકડ કરી છે. ત્યારે આ ચારેય આરોપીઓને રાખીને ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ચારેય આરોપીને સાથે રાખીને પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયાની ઓફિસ પર પોલીસ પહોંચી હતી અને ત્યાં સમગ્ર મામલે તપાસ કરી હતી. અહીં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો.ચારેય આરોપીઓને લઈને પોલીસ પહોંચી ત્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.મુખ્ય આરોપી અમરેલી તાલુકા ભાજપના પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા, પાયલબેન ગોટી, સહિતની અલગ અલગ લેટરપેડમાં ભૂમિકાઓ સામે આવતાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.અમરેલી પોલીસની ટીમો દ્વારા આરોપીઓ દ્વારા કેવી રીતે લેટરપેડ બનાવવામાં આવ્યા હતા. તેને લઈ પોલીસ દ્વારા રિક્ધસ્ટ્રક્શન, પંચનામું કરવામાં આવ્યું હતું.
જ્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના ધારાસભ્ય સામે પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટેનું રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું હતું. તે ભાજપના જ કાર્યકરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી પૂછપરછ હાથ ધરી છે.અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાની ઓફિસની બાજુમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયાની ઓફિસ આવેલી છે. અહીં મનીષ વઘાસીયાની ઓફિસમાં લેટર ટાઈપ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ પહોંચી રિક્ધસ્ટ્રક્શન પંચનામુ કરવામાં આવ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનથી આરોપીઓને લઈને પોલીસ નીકળી હતી.વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. લેટરમાં રેતી, દારૂૂ જેવા ગેરકાયદે પ્રવૃતિમાં હપ્તા કૌશિક વેકરીયા દ્વારા લેવામાં આવતા હોવાના ગંભીર સનસનીખેજ આરોપ લગાવાયા હતા. જેથી અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતાં અમરેલી પંથકના 100 જેટલા આગેવાનો કૌશિક વેકરીયાના સમર્થકો સમગ્ર ઘટનાને લઈ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ગાંધીનગર સુધી પહોંચાડી રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાનઅમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરીયાએ ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ અને હોદ્દાવાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં 27મી ડિસેમ્બરે વાઈરલ કર્યો હતો, ત્યારબાદ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કેટલાક આગેવાનો ગાંધીનગર સુધી કૌશીક વેકરીયાને સમર્થનમાં પણ પહોંચ્યા હતા. આ ઘટનામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરીયાએ ફરિયાદ નોંધાવી હતી, ગુન્હો નોંધાયા બાદ અમરેલી જઙની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.
એસ.પી.એ જણાવ્યું હતું કે, 27મીએ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા અરજી આપતા અમે ગુન્હો નોંધ્યો, જેમાં અરજદારના કહેવા પ્રમાણે તેને પત્ર લખ્યો નથી. સહી સિક્કો પણ તેને આપેલા નથી. આ બાબતે એલસીબી, એસઓજીની ટીમ તપાસ કરતા 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ 4 લોકોની અલગ અલગ સમયે અલગ ભૂમિકા છે. એક ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે. અલગ અલગ સેક્શન લગાવી છે, ખોટું લખાણ કરી બદનક્ષી કરવી કોઈ વ્યક્તિને નુકસાન જાય તેવી રીતે આઇટી એક્ટ હેઠળ ગુન્હો અને જાહેર જનતામાં ગભરાટ ઉભો કરવો તે પ્રકારનો ગુન્હો નોંધ્યો.
સિનિયર નેતાઓ સુધીના કનેક્શન ખુલી શકે
અમરેલીના સિનિયર નેતા સુધી કનેક્શન પહોંચી શકે છે. અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરીયાને બદનામી કરવા મામલે આરોપીઓ દ્વારા રાજકીય કાવતરામાં લેટરપેડ બનાવવામાં 4 આરોપીની ધરપકડ બાદ પોલીસની ખાનગી રાહે તપાસ સિનિયર નેતાની સામે જોવા મળી રહી છે. આ કાર્યકર્તાઓ પાછળ દિગ્ગજ સિનિયર નેતાઓનો દોરી સંસાર હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી સમયે પણ વિવાદમાં આવેલા નેતા પોલીસની રડારમાં હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. જેના કારણે આ કાર્યકરોનું કનેક્શન અમરેલીના રાજનેતાઓ સુધી પહોંચી શકે છે. અહીં ભાજપના ઝંડા દેખાતા હતા અને પૂર્વ સાંસદની ઓફિસ પણ આ જ કોમ્પ્લેક્સમાં છે
