રિયલ હિરો, સોનુ સુદ રાહત સામગ્રી સાથે નેપાળ પહોંચ્યા

જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી મદદની ખાતરી આપી બોલિવૂડ અભિનેતા અને સામાજિક કાર્યકર સોનુ સૂદ નેપાળમાં આવેલા વિનાશક પૂરના પીડિતોની મદદ માટે…

જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી મદદની ખાતરી આપી

બોલિવૂડ અભિનેતા અને સામાજિક કાર્યકર સોનુ સૂદ નેપાળમાં આવેલા વિનાશક પૂરના પીડિતોની મદદ માટે રાહત સામગ્રી સાથે કાઠમંડુ પહોંચ્યા છે. ‘સૂદ ચેરિટી ફાઉન્ડેશન‘ દ્વારા આ રાહત કાર્યનું નેતૃત્વ કરી રહેલા સોનુ સૂદે પૂરગ્રસ્ત પરિવારને લાંબા ગાળાની મદદ આપવાનું વચન આપતાં આશ્વાસન આપ્યું છે કે આગામી મહિનાઓમાં પણ મદદ સતત ચાલુ રહેશે જેથી તેઓ પોતાનું જીવન ફરી શરૂૂ કરી શકે.

નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા બાદ સોનુ સૂદ અને તેમની ટીમે ભારતથી લાવવામાં આવેલી ઈમરજન્સી રાહત સામગ્રીનું વિતરણ શરૂૂ કરી દીધું છે. પ્રાથમિક રાહત સામગ્રીમાં ધાબળા, સૂકો રાશન ખોરાક અને અસ્થાયી આશ્રયસ્થાનોમાં રહેતા વિસ્થાપિત પરિવારો માટે જરૂૂરી પ્રાથમિક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
અભિનેતા સોનુ સૂદે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ’અમે અહીં પૂર પીડિતોને મળવા આવ્યા છીએ. અમે ભારતથી ઘણો સામાન લાવ્યા છીએ. અમે માત્ર જરૂૂરિયાતમંદ લોકોની સાથે ઊભા રહેવા માગીએ છીએ અને તેમનું જીવન ફરી પાટા પર લાવવાનો પ્રયાસ કરીશું.’ તેમણે ઉમેર્યું કે તેમની ટીમ વધારાની જરૂૂરિયાતો જાણી શકાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય સરહદો પારથી સામગ્રી પહોંચાડવામાં પડતી લોજિસ્ટિકલ પડકારોનો ઉલ્લેખ કરતાં અભિનેતા સોનુ સૂદે સ્પષ્ટ કર્યું હતું કે, આ રાહત કાર્ય માત્ર એક વાર પૂરતું સીમિત રહેશે નહીં. તેમની સંસ્થા સ્થાનિક સત્તાવાળાઓ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત સક્રિય રહેશે.

અમે સુનિશ્ચિત કરીશું કે માત્ર આ મહિને જ નહીં પરંતુ આવનારા મહિનાઓમાં પણ રાહત સામગ્રી આવતી રહે જેથી અમે તેમનું જીવન ફરી ઊભું કરી શકીએ.’ સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરતાં તેમણે લખ્યું, ’તેમણે તેમના ઘર, પરિવાર અને બાળપણ ગુમાવ્યું છે… પરંતુ સાથે મળીને અમે તેમને નવી શરૂૂઆત કરવામાં મદદ કરીશું. નેપાળ, તમે એકલા નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *