ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ભારતને, મુંબઇ-વડોદરામાં રમાશે મેચ

  ICC દ્વારા પ્રથમ વખત આયોજન, 6 દેશો વચ્ચે 15 દિવસમાં 16 મુકાબલા   ભારતીય ક્રિકેટ રસિકો માટે એક મોટા અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા…

 

ICC દ્વારા પ્રથમ વખત આયોજન, 6 દેશો વચ્ચે 15 દિવસમાં 16 મુકાબલા

 

ભારતીય ક્રિકેટ રસિકો માટે એક મોટા અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સૌપ્રથમ વખત આયોજિત થઈ રહેલી ઐતિહાસિક ’ICC વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2027’ની યજમાની સત્તાવાર રીતે ભારતને સોંપવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આયોજન આગામી 14 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. મહિલા ક્રિકેટના ઈતિહાસમાં વનડે વર્લ્ડ કપ અને ટી20 વર્લ્ડ કપ બાદ હવે આ ત્રીજી મોટી વૈશ્વિક આઈસીસી ઈવેન્ટ ઉમેરાઈ છે.

અગાઉ આ ટૂર્નામેન્ટની યજમાની શ્રીલંકાને સોંપવામાં આવી હતી. જોકે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં જરૂૂરી વહીવટી અને માળખાકીય સુધારાઓ હજુ ચાલી રહ્યા હોવાથી આઈસીસી દ્વારા સુરક્ષા અને સુવિધાઓને ધ્યાને રાખીને આ ઈવેન્ટ ભારત શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની વિચારણા બાદ આખરે ભારતના પક્ષમાં અંતિમ મહોર મારવામાં આવી હતી. 6 ટીમો વચ્ચે રમાનારી આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટના તમામ મુકાબલા મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ તેમજ ગુજરાતના વડોદરા સ્થિત ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાડવામાં આવશે.

પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફી વનડે (ODI) ફોર્મેટમાં રમાય છે, પરંતુ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ફટાફટ ટી20 ફોર્મેટમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સહિતની 6 મજબૂત ટીમો ભાગ લેશે. રાઉન્ડ-રોબિન લીગ ફોર્મેટ હેઠળ તમામ ટીમો એકબીજા સામે એક-એક મેચ રમશે. આ ટૂર્નામેન્ટમાં કોઈ સેમિફાઇનલ મેચ નહીં હોય. 15 દિવસ ચાલનારા આ મુકાબલામાં કુલ 16 મેચ રમાશે અને ગ્રુપ સ્ટેજ પૂર્ણ થયા બાદ પોઈન્ટ ટેબલની ટોપ-2 ટીમો વચ્ચે સીધો ખિતાબી ફાઇનલ મુકાબલો રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *