રિઅલ હીરો કેપ્ટન મચ્છરને મેનકાઇન્ડ ફાર્મા તરફથી એક કરોડનું ઇનામ

મેનકાઈન્ડ ફાર્માએ ટ્વીટ કરીને માહિતી આપી અને લખ્યું કે, ’કેપ્ટન સ્મિત મચ્છરે પોતાના પહેલાં પોતાના ક્રૂ અને દરેક મુસાફરનું ધ્યાન રાખ્યું. આ જ સાચી લીડરશીપ…

મેનકાઈન્ડ ફાર્માએ ટ્વીટ કરીને માહિતી આપી અને લખ્યું કે, ’કેપ્ટન સ્મિત મચ્છરે પોતાના પહેલાં પોતાના ક્રૂ અને દરેક મુસાફરનું ધ્યાન રાખ્યું. આ જ સાચી લીડરશીપ છે. આભાર વ્યક્ત કરવાના એક નમ્ર પ્રયાસ તરીકે, મેનકાઈન્ડ ફાર્મા તેમને અને તેમના પરિવારને ₹1 કરોડ આપી રહી છે. તમે ભારતનું માન વધાર્યું છે. અમે તમને સલામ કરીએ છીએ.’

આ પહેલની માહિતી મેનકાઈન્ડ ફાર્માના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી. આ સાથે કંપનીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ જુનેજાનો એક વ્યક્તિગત પત્ર પણ શેર કરવામાં આવ્યો, જેમાં દેશનું માન વધારવા માટે પાયલટના વખાણ કરવામાં આવ્યા હતા.

અન્ય એક અહેવાલ મુજબ ઇઝરાયેલમાં પણ કેપ્ટન મચ્છરના સ્વાસ્થય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમને ઇઝરાયેલ બોલાવી સરકાર તથા લોકો તરફથી સન્માન અપાશે.

બીજી તરફ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગે પણ ટ્વીટ કરીને કહ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છર અમે તમને સલામ કરીએ છીએ! ગઈકાલે રાત્રે ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત ’ઈન્ડિયન જ્યુઝ એન્ડ ઈન્ડિયા-ઈઝરાયેલ ફેસ્ટિવલ’પર રાષ્ટ્રીય સંમેલનમાં આ ખાસ સંદેશ શેર કરવો મારા માટે બહુ સન્માનની વાત હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *