અત્યાર સુધીનો સૌથી મોટો, જિયો પ્લેટફોર્મનો આઇપીઓ 21મીએ ખુલશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ હોલ્ડિંગ કંપની ‘Jio Platforms Ltd’ (જેની હેઠળ Reliance Jio Infocomm કાર્યરત છે) તેના બહુ-પ્રતિક્ષિત IPO માટેની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે.…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ હોલ્ડિંગ કંપની ‘Jio Platforms Ltd’ (જેની હેઠળ Reliance Jio Infocomm કાર્યરત છે) તેના બહુ-પ્રતિક્ષિત IPO માટેની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. અહેવાલ મુજબ, આ IPO સબસ્ક્રિપ્શન માટે 21 ઓક્ટોબરે ખુલી શકે છે.

આ IPO 23 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેવાની શક્યતા છે, જ્યારે ’એન્કર બુક’ 19 ઓક્ટોબરે ખુલી શકે છે. શેરનું લિસ્ટિંગ 28 ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જ પર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે; જોકે, આ સમયરેખા બજારની સ્થિતિને આધીન છે અને નાણાકીય બજારોમાં થતા ફેરફારોને આધારે તેમાં બદલાવ આવી શકે છે, તેમ અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે.

અહેવાલ મુજબ, કંપનીને તાજેતરની બેઠકો દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) અને સ્થાનિક રોકાણકારો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. આ બાબતથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉંશજ્ઞ ઙહફરિંજ્ઞળિતએ વિશ્વભરમાં રોડ-શો પૂર્ણ કરી લીધા છે અને હવે તે તેના પબ્લિક ઓફરના દસ્તાવેજોને આખરી ઓપ આપી રહી છે.

પ્રસ્તાવિત IPO ને ભારતનો સૌથી મોટો IPO માનવામાં આવી રહ્યો છે, અને તેનું કદ અંદાજે 3.8 અબજ રહેવાનો અંદાજ છે. ગયા મહિને સેબીની મંજૂરી મળવાથી દેશના સૌથી મોટા સ્ટોક-માર્કેટ લિસ્ટિંગ ગણાતા આ IPO નો માર્ગ મોકળો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *