ટ્રાન્સપોર્ટ વાહનોમાં પસંદગીના નંબર મેળવવા BZ-CU સિરીઝનું રી-ઓક્શન

  આરટીઓ કચેરીએથી, તા 01-08-2025 ના રોજ HGV(ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝ જી.જે.03.બી.ઝેડ, જી.જે.03.સી.યુ. રી-ઓક્શન શરૂૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો…

 

આરટીઓ કચેરીએથી, તા 01-08-2025 ના રોજ HGV(ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝ જી.જે.03.બી.ઝેડ, જી.જે.03.સી.યુ. રી-ઓક્શન શરૂૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો જાહેર ઓકશનમાં ભાગ લઈ શકશે.

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવેછે કે, અત્રેની કચેરીમાં HGV(ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન HGV જી.જે.03.બી.ઝેડ, જી.જે.03.સી.યુ નું રી-ઓકશન તા.01-08-2025થી શરૂૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી.

onlinehttp://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે.
નવી સીરિઝ ના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.01-08-2025 થી 05-08-2025 ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા 05-08-2025 થી 07-08-2025ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા 08-08-2025 ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલુ હોવું જરૂૂરી છે.નોધ. વાહન વેચાણ તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *