200 વિકેટનો ઐતિહાસિક આંકડો પાર કરી રાશિદ ખાનનો વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટની દુનિયામાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને એક એવો મહારેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જેની આસપાસ પણ હાલ દુનિયાનો કોઈ બીજો બોલર નથી. રાશિદ…

ક્રિકેટની દુનિયામાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને એક એવો મહારેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જેની આસપાસ પણ હાલ દુનિયાનો કોઈ બીજો બોલર નથી. રાશિદ ખાને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇતિહાસ રચતા પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી છે. તે પુરુષ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાં 200 વિકેટનો જાદુઈ આંકડો સ્પર્શનાર દુનિયાના પહેલા અને એકમાત્ર બોલર બની ગયા છે. આ શાનદાર કારનામું ઝિમ્બાબ્વે સામે રમાયેલી બીજી T20 મેચમાં જોવા મળ્યું હતું.

અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી રોમાંચક T20 મેચમાં અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 19 રને હરાવી દીધું. આ મેચ પહેલા રાશિદ ખાનના T20 ઇન્ટરનેશનલ કરિયરમાં 199 વિકેટ હતી અને તેમને ઇતિહાસ રચવા માટે માત્ર એક જ વિકેટની જરૂૂર હતી. મેચ દરમિયાન ઝિમ્બાબ્વેની ટીમ 222 રનના મોટા લક્ષ્યનો પીછો કરી રહી હતી.

આ જ ઇનિંગ્સમાં રાશિદ ખાને ઝિમ્બાબ્વેના બેટ્સમેન તાદિવાનાશે મરુમાનીને આઉટ કરીને પોતાની ઐતિહાસિક 200મી શિકાર બનાવ્યો. તેમણે આ મેચમાં પોતાના 4 ઓવરના કોટામાં 29 રન ખર્ચીને એક મહત્વપૂર્ણ વિકેટ મેળવી. રાશિદ ખાને આ ઐતિહાસિક સિદ્ધિ પોતાના T20 ઇન્ટરનેશનલ કરિયરની માત્ર 120મી મેચમાં જ હાંસલ કરી લીધી છે. આટલી ઓછી મેચોમાં આ મુકામ મેળવવો એ સાબિત કરે છે કે તે કેમ દુનિયાના સૌથી ખતરનાક અને કિફાયતી બોલર્સમાં ગણાય છે. પોતાના આ શાનદાર કરિયરમાં તે અત્યાર સુધી બે વખત ફાઇવ-વિકેટ હોલ પણ પોતાના નામે કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *