એઇમ્સ રાજકોટ ખાતે પ્રથમ મેગા પ્રોસ્ટેસિસ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી હતી. મેગા પ્રોસ્ટેસિસ સામાન્ય ટોટલની રિપ્લેસમેન્ટથી અલગ હોય છે અને આવી સર્જરી દેશના અમુક કેન્સર કેન્દ્રોમાં જ કરવામાં આવે છે
જામનગરના 73 વર્ષના દર્દી ઘૂંટણમાં તીવ્ર દુખાવો અને અસરગ્રસ્ત પગ પર વજન ન મૂકી ન શકવાની ફરિયાદ સાથે એઇમ્સ રાજકોટમાં ઓ.પી.ડી માં આવ્યા હતા. ઓ.પી.ડી માં નિદાન માં તેમના પગ ના હાડકા ના એક અત્યંત દુર્લભ પ્રકારનું કેન્સર હોવાનું માલુમ થયું હતું પ્રોસેમિલ ટિબિયા (પગની ઉપર ની હાડકા) નું પ્રાઈમરી નોન-હોજક્ધિસ લિમ્ફોમા, જે પેથોલોજિકલ ફેક્ચર હતું જે આ અત્યંત દુર્લભ પ્રકારનું કેન્સર દ્વારા ફ્રેક્ચર થયું હતું. નિદાન બાદ સૌ પ્રથમ સારવાર ના ભાગરૂૂપે દર્દીને પ્રથમ તબક્કે કીમોથેરાપી આપવામાં આવી હતી.
કીમોથેરાપી પૂર્ણ થયા બાદ, તા.16ના રોજ દર્દીની સર્જરી 10 ડોક્ટરો અને સ્ટાફ ટીમ દ્વારા લિમ્બ-સેલ્વેજ સર્જરી કરવામાં આવી હતી, જેમાં ઓર્થોપેડિક ઓન્કો સર્જન ડો. અક્ષત ગુપ્તા, ઓર્થોપેડિક સર્જન ડો. રવિ કુમાર અને ડો.અભિષેક કુમાર મિશ્રા, પ્લાસ્ટિક સર્જન ડો. નૂપુર અગ્રવાલ તેમજ એનેસ્થેટિસ્ટ ડો. સુમિત બંસલ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી.
સર્જરી દરમિયાન કેન્સરગ્રસ્ત હાડકા નો ભાગ દૂર કરીને તેની જગ્યાએ મેગા પ્રોસ્ટેસિસ મૂકવામાં આવ્યો હતો. સંપૂર્ણપણે સાજા થયા હતા અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ પ્રકારના દુર્લભ અને પડકારજનક સફળ સારવાર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માટે એઇમ્સ રાજકોટ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો.ડો. એલ.એન. દોરેરાજન, ડેપ્યુટી ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહ અને મેડિકલ સુપ્રિડેન્ટ પ્રો.ડો.પિંકી સાહુ દ્વારા ટીમ ને અભિનંદન આપવામાં આવ્યા હતા.
