શહેરને પાણી પૂરું પાડતો રણજીત સાગર ડેમ ફરીથી ઓવરફ્લો

  જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગુરુવારે બપોર પછી પડેલા વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે, જેમાં ખાસ કરીને જામનગર શહેરને પાણી પૂરું…

 

જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગુરુવારે બપોર પછી પડેલા વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે, જેમાં ખાસ કરીને જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણીનો મોટો પ્રવાહ આવી ગયો હોવાથી રણજીતસાગર ડેમ બપોર બાદ ફરીથી ઓવરફલો થયો છે, અને ડેમના પાળા ઉપરથી ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જેથી જામનગર શહેર માટે ખૂબ જ રાહતના સમાચાર છે. આ ઉપરાંત જામનગર નજીકનો રંગમતી ડેમ કે જેનું લેવલ જાળવવા સુધી પાણીનો જથ્થો આવી ગયો હોવાથી ડેમનું લેવલ જાળવવાના ભાગરૂૂપે ત્રણ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *