રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વેળા રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આઇજીએ ગોંડલ પોલીસની કામગીરી અને ટેક્નોલોજીના ઉપયોગ અંગે સંતોષ વ્યક્ત કરી રીનોવેશન કરાયેલી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બિલ્ડિંગની મુલાકાત લીધી હતી. તથા પોલીસ સ્ટેશનના સંકલન અને કામગીરી નિહાળી હતી. આ દરમિયાન, તેમણે પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા.
નિરીક્ષણ દરમિયાન, રેન્જ આઇજી અશોક કુમાર પોલીસ સ્ટેશન દ્વારા અપનાવવામાં આવેલી ટેક્નોલોજીકલ કામગીરીથી પ્રભાવિત થયા હતા. પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે પકડાયેલા વાહનો પર QR કોડના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. આઇજીએ જાતે અલગ-અલગ બાઇકોના QR કોડ સ્કેન કરીને તેનું નિરીક્ષણ કર્યું. આ QR સ્ટીકર સ્કેન કરવાથી વાહન કે મુદ્દામાલ સંબંધિત તમામ માહિતી મોબાઇલમાં તરત ઉપલબ્ધ થાય છે, જે મુદ્દામાલના મેનેજમેન્ટમાં મદદરૂૂપ થશે. આ ઉપરાંત, તેમણે PSO ટેબલ અને ક્રાઇમ રાઇટરની ઓફિસના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો. તેમણે PSI, ASI,, બીટ જમાદારની ઓફિસો સહિત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓના મોબાઇલ નંબર સાથેનું લિસ્ટ પણ નિહાળ્યું હતુ. નિરીક્ષણ કાર્યક્રમના ભાગરૂૂપે, પોલીસ સ્ટેશનમાં LIB ઓફિસનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતુ. રેન્જ IG અશોક કુમારે સૂચન કર્યું કે ખાતમુહૂર્ત સૌથી જૂના પોલીસ કર્મચારી દ્વારા કરાવવામાં આવે તદનુસાર, LIB માં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ રાણા હસ્તે ખાતમુહૂર્ત કરાયુ હતું.
રેન્જ IG અશોકકુમાર ની મુલાકાત વેળા જિલ્લા SP વિજયસિંહ ગુર્જર, DYSP કે.જી.ઝાલા, PI જે.પી.રાવ, PI એલ.આર.ગોહિલ અને તાલુકા ઙઈં વી.એમ.ડોડીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
